તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
કોર્પોરેશન-પંચાયત ચૂંટણી માટે રાજકોટ કલેકટરને ૧૩ થી ૧૪ હજાર કર્મચારીઓની જરૂરિયાતઃ યાદી મંગાવવા આદેશો
સાંજે ચૂંટણી પંચની ખાસ વીડયો કોન્ફરન્સઃ તમામ સરકારી કચેરીઓ આવરી લેવા સૂચના

રાજકોટ, તા. ૧૬: રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે ૪:૩૦ કલાકે એક સ્પેશિયલ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને ડીડીઓ (DDO) ને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે.
કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અંદાજે ૧૩ થી ૧૪ હજાર જેટલા કર્મચારીઓના સ્ટાફની જરૂરિયાત ઊભી થશે. કલેક્ટરે તમામ વિસ્તારના BLOે અને AROેને સરકારી કચેરીઓમાંથી સ્ટાફની વિગતો તાત્કાલિક મેળવી લેવા સૂચના આપી છે.
ચૂંટણી પંચે સ્ટાફના સેટઅપ માટે ખૂબ જ ઝીણવટભરી વિગતો માંગી છે, જેમાં આગામી ૬ મહિનામાં નિવળત્ત થનાર, નિવળત્ત થઈ ગયેલ અથવા બદલી પામેલ કર્મચારીઓની યાદી. કચેરીમાં નવા હાજર થયેલા કર્મચારીઓ અને અધિકારીઓની વિગતો. કર્મચારી રાજકોટનો વતની છે કે કેમ અને કેટલા સમયથી ફરજ બજાવે છે તેની સ્પષ્ટતા.: અવસાન પામેલ કર્મચારીઓના નામ કમી કરી લેટેસ્ટ ડેટા તૈયાર કરવો. ચૂંટણી પંચના અધિકારીઓએ દરેક પ્રાંત ઓફિસર અને મામલતદારને આ તમામ વિગતો એકત્રિત કરી ૮ દિવસની અંદર રિપોર્ટ સોંપવા કડક તાકીદ કરી છે.
(4:04 PM IST)










