તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 16th March 2026
સૌરાષ્ટ્રમાં તોલમાપ વિભાગની લાલ આંખ ગોંડલ, કોટડા, જેતપુર અને ચોટીલામાં ગરબડ પકડવા દરોડા

રાજકોટ, તા.૧૬: વેપારીઓ દ્વારા વજનમાં છેતરપિંડી થતી હોવાની ફરિયાદોને પગલે કાનૂની માપ વિજ્ઞાન (તોલમાપ) વિભાગે સૌરાષ્ટ્રના ગોંડલ, કોટડા સાંગાણી, જેતપુર અને ચોટીલા પંથકમાં સપાટો બોલાવ્યો છે.
વિગતઃ ગ્રાહકોને અને ખાસ કરીને ખેડૂતોને પાકના વજનમાં થતા અન્યાયને અટકાવવા માટે તોલમાપ વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન માર્કેટ યાર્ડના વેપારીઓ, પેટ્રોલ પંપ, કરિયાણાના જથ્થાબંધ વેપારીઓ અને અન્ય દુકાનોના ઇલેક્ટ્રોનિક વજનકાંટાની ચકાસણી કરવામાં આવી હતી.
જે વેપારીઓના કાંટામાં ખામી જોવા મળી અથવા જે નિયમ મુજબ પ્રમાણિત ન હતા, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો છે.
(4:04 PM IST)










