<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

પોલીસની કોમ્‍બિંગ નાઈટઃ ૧૮ શખ્‍સો દારૂ ઢીંચેલા અને ૧૨ છરી સાથે ઝડપાયા

રવિવારે રાત્રે અલગ અલગ વિસ્‍તારોમાં સઘન ચેકિંગઃ ૩૦ શખ્‍સો સામે જાહેરનામા ભંગનો ગુનો

રાજકોટ તા.૧૬: રવિવારે પોલીસની કોમ્‍બિંગ નાઈટ દરમિયાન નશાની હાલતમાં નીકળેલા ૧૮ અને છરી સાથે ફરતા ૧૨ શખસોને ઝડપી લેવાયા હતા. શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા હાથ ધરાયેલી ખાસ કામગીરી દરમિયાન ઝડપાયેલા તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

શહેર પોલીસ દ્વારા સમયાંતરે કોમ્‍બિંગ નાઈટ રાખવામાં આવે છે. આ દરમિયાન ગઈ રાત્રિના ૩૦ શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે છરી સાથે ૧૨ શખસો અને દારૂ પી નીકળેલા ૧૮ શખસોને ઝડપી લીધા હતા.

શહેરમાં અવાર-નવાર સરાજાહેર મારામારીના અને તિક્ષણ હથિયારો વડે હુમલાના બનાવો બનતા હોય છે. કેટલીક ઘટનાઓ હત્‍યામાં પરીણમે છે ત્‍યારે છરી જેવા હથિયારો સાથે રાખતા ગુન્‍હાહિત માનસીકતા ધરાવતા તત્‍વોને ઝડપી લેવા કોમ્‍બીંગ નાઇટ અસરકાર સાબીત થતી હોય છે. ગઇકાલે કોમ્‍બીંગ દરમ્‍યાન ભક્‍તિનગર પોલીસે જંગલેશ્વર મેઇન રોડ રાધાકળષ્‍ણનગર પાસેથી રવિ લક્ષ્મણભાઈ દલસાણીયા, એ ડિવિઝન પોલીસે ભીલો રાજુભાઈ ચારોલીયા, રાજકોટ તાલુકા પોલીસે મવડી કણકોટ રોડ પાસેથી દર્શન ભાનુશંકરભાઈ મહેતા, નાના મવા રોડ પાસેથી જગદીશ ઉર્ફે જગો રાજુભાઈ સાડમિયા તેમજ ધ્રુવતસિંહ દિલીપસિંહ વાઘેલા,ગાંધીગ્રામ પોલીસે ગૌતમ ભિખુભાઈ રામાણી યુનિવર્સિટી પોલીસે ગંગોત્રી પાર્ક પાસેથી અજીતસિંહ પ્રવિણસિંહ તોમર, પ્ર નગર પોલીસે નરસંગપરા જુની કલેક્‍ટર ઓફિસ પાછળથી કાર્તિક મહેશભાઈ સોલંકી,બી ડિવિઝન પોલીસે ભગવતીપરા મેઈન રોડ મોર્ડન સ્‍કૂલ પાસેથી હનીફ હાસમભાઈ પાળા, એરપોર્ટ પોલીસે નવાગામ બામણબોરના પાટિયા પાસેથી હસુ વેરશીભાઈ પરમાર, થોરાળા પોલીસે રાજકોટ ભાવનગર રોડ સામેથી ઓધવ બચુભાઈ સનુરા, ભક્‍તિનગર પોલીસે કોઠારીયા મેઈન રોડ પાસે અબઝલ ઉર્ફે બાપુ યાશીનભાઈ કાદરીને છરી સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 આ ઉપરાંત પોલીસે પીધેલી હાલતમાં  ૧૮ શખસોને પકડી પાડ્‍યા હતા. જેમાં બી ડિવિઝન પોલીસે ભગવતીપરા સુખસાગર હોલ પાસેથી સદામ મોહમદભાઈ હાલા, મોરબી રોડ સેટેલાઈટ પાસેથી સુખદેવસિંહ વિક્રમસિંહ જાડેજા, કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર ખાતેથી વિપુલ નાથાભાઈ મકવાણા, માલવિયાનગર પોલીસે કે કે વી હોલ પાસેથી નીતિન મગનભાઈ ડાભી, રાજકોટ તાલુકા પોલીસે મોટા મૌવા મત્‍સી બજારની બાજુમાંથી પ્રશાંત વિનોદભાઈ સિમેજિયા, યુનિવર્સિટી પોલીસે જે કે ચોકમાંથી કલ્‍પેશ રામજીભાઈ વેકરીયા, લક્ષ્મીનો ઢોરો, ફનબ્‍લાસ્‍ટ પાસેથી દિલીપ ઉર્ફે દીપક બાલુભાઈ સોસા, રૈયાધાર મફતિયાપરામાંથી હોલસિંહ સરવણસિંહ રાવત,રૈયાધાર શાંતિનગર ગેટની પાછળથી રાજેન્‍દ્ર રામપ્‍યારે વિશ્વકર્મા, પ્ર નગર પોલીસે નરસંગપરા ખાડા જૂની કલેક્‍ટર કચેરી પાસેથી કેસર ખડકસિંઘ ઓડને,બી ડિવિઝન પોલીસે મોરબી રોડ વેલનાથપરામાંથી બચુ વાલજીભાઈ રાઠોડ અને ધીરુ શામજી મકવાણા,જયેશ રામસિંગભાઈ ઉઘરેજા, કમલેશ ગોવિંદભાઈ સાવલિયાને, એ ડિવિઝન પોલીસે ભક્‍તિનગર સર્કલ પાસેથી સોહનસિંહ ભજનલાલ ચેતીલાલા, હેમુ ગઢવી હોલ પાસેથી મહેન્‍દ્ર લાલજીભાઈ જીતીયા, માલવિયાનગર પોલીસે કે.કે.વી.હોલ પાસેથી જોશનાબેન પિયુષભાઈ સોલંકીન, યુનિવર્સિટી પોલીસે બી.ટી. સવાણી હોસ્‍પિટલ પાસે ગંગોત્રી પાર્કમાંથી જગદીશ ખોડાભાઈ લાંબારીયાને પીધેલી હાલતમાં પકડી પાડી તમામ સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(3:48 PM IST)