<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

બાર કાઉન્‍સીલની ચુંટણીમાં સાતમાં દિવસની મતગણતરી બાદ ૩ થી ર૩ નંબરના ઉમેદવારો ૧ ના અંકમાં અટવાયા

એકડાના મતો ઉપર માત્ર બે જ ઉમેદવારો એ.એ.અંસારી અને જે.જે. પટેલ વિજયી થયા : ૩ જા નંબરે પ્રવિણ પટેલ ૪ થા નંબરે દિલીપ પટેલ અને પાંચમા નંબરે મનોજભાઇ અનડકટ આગળ ચાલી રહયા છેઃ રાજકોટના અન્‍ય ઉમેદવારોના કારણે દિલીપભાઇ પટેલના એકડા કપાયા છતા જીત તરફ આગેકુચઃ આજે આઠમાં દિવસની મતગણતરી ચાલુ થઇઃ પરીણામ પ્રત્‍યે ભારે ઉતેજના

રાજકોટ તા. ૧૭ :.. ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં તા. ૧૦ માર્ચથી શરૂ થયેલ મત ગણતરી હજુ પણ ચાલી રહી છે. ત્‍યારે સાત દિવસની મતગણત્રી પુરી થયા બાદ એકડાનાં મતોના કાઉન્‍ટીંગમાં માત્ર બે જ ઉમેદવારો વિજયી થયા હતાં. જેમાં એ. એ. અંસારીને ર૩૯૮ અને બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના ગત વર્ષના ચેરમેન જે. જે. પટેલ ૧૯૪૯ મતે વિજયી થયા હતા આ બંને ઉમેદવારો પ્રથમ અંક એકડાના મતોની ગણતરીમાં જ બાજી મારી ગયા હતાં.

ત્‍યારબાદ ગઇકાલે સાતમાં દિવસની મત ગણતરી પુરી થતાં ૩ થી ર૩ ઉમેદવારોની જે યાદી બહાર પડી હતી. તેનું ચિત્ર જોતાં તેમાં તેમાં ત્રીજા નંબરે પ્રવિણભાઇ પટેલને ૧૬૯૦ ચોથા નંબર ઉપર રાજકોટના દિલીપભાઇ પટેલ ૧૬પ૪ મતો મળ્‍યા હતાં જો કે, છેલ્લે તેમના મતોની સંખ્‍યા ૧૭૦૮ થયાનું જાણવા મળે છે. ત્‍યારબાદ પાંચમાં નંબરે જામનગરના મનોજભાઇ અનડકટ ૧૬૪૮ મતોએ પહોંચ્‍યા છે.

જયારે નં. ૯ ઉપર પરેશભાઇ વાઘેલાને ૧પ૮૧ ૭ મા નંબરે કરણસંહ વાઘેલાને ૧ર૬૬ આઠમાં નંબરે ભાવેશભાઇ રબારીને ૧૧૬૯ મતો મળ્‍યા છે. નવમા નંબરે હિતેષભાઇ પટેલને ૧૦પ૭ દસમા નંબરે અનિલભાઇ કૈલ્લાને ૧૦૧૮ અગીયારમાં નંબરે મુકેશભાઇ કામદારને ૧૦૧પ, બારમા નંબરે શંકરસિંહ ગોહીલને ૯૯૪, તેરમાં નંબરે કિશોર ત્રિવેદીને ૯૮પ, ૧૪માં નંબરે મગનભાઇ ગઢવી ૯૭પ મતો, પંદરમાં નંબરે જીજ્ઞેશ પટેલને ૯૩પ, ૧૬માં નંબરે ધર્મીશ કાનીયા ૯૩૪, સતારમાં નંબરે ભરત ભગત ૯ર૪, અઢારમાં નંબરે હરેશ નાકરાણી, ૧૯માં નંબરે મનોહર પરમાર ૮પ૭, ર૦ માં નંબરે દિપેન દવે ૮૧૧, ર૧માં નંબરે શેખ ઝાંકી ૮૦ર, રરમાં નંબરે મહાચૌધરી ૭૮ર, અને ર૩માં નંબરે અનિરૂધ્‍ધસિંહ ઝાલાને ૭૭૩ મતો મળેલ છે.

ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં અંક ગણિત પધ્‍ધતિ મુજબ ગણતરી થાય છે. તેથી ઉમેદવારો માટે પ્રથમ પ્રેફરન્‍સ મત એકડાના મતનું ખુબ જ મહત્‍વ હોય છે. પ્રથમ એક નંબરના મતોની ગણતરીમાં માત્ર બે જ ઉમેદવારો એ. એ. અંસારી અને જે. જે. પટેલ વિજયી થયા છે.

છેલ્લી ત્રણ ટર્મમાં રાજકોટના દિલીપભાઇ પટેલ સતત એકડાના મતોથી વિજયી થયા છે. પરંતુ આ તેમની ચોથી અને છેલ્લી ટર્મ મનાય છે. જેમાં તેઓ એકડાના મતોમાં કપાયા છે. રાજકોટમાંથી કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હોય તેઓ જે એકડાના મતો લઇ ગયા છે. તે આ વખતે દિલીપભાઇને નડી ગયેલ છે.

બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં પ્રથમ ૧ નંબર અને બગડાના મતોની ગણતરી પુરી થતાં હવે ઉપરના ૩ થી ર૩ નંબરના ઉમેદવારો માત્ર ૧૦ મતો મેળવવા હોય તો પણ આખા દિવસનો સમય પસાર થઇ જશે. જેથી હવે બાકીના અંકોની જેમ-જેમ ગણતરી થતી જશે. તેમાંથી કયાં ઉમેદવારોના કેટલા એકડા પ્રાપ્ત થાય તેમ હોય આજે આઠમાં દિવસની મત ગણતરી સવારે શરૂ થઇ હતી.

ખાસ કરીને રાજકોટમાં બે વકીલ જૂથો વચ્‍ચેના ટકરાવને કારણે આ વખતે દિલીપ પટેલને એકડાના મતો મેળવવામાં ઘણુ સહન કર્યુ છે. રાજકોટના તેમના હરીફ ઉમેદવારોના એકડાની સંખ્‍યા પ૦૦થી પણ વધુ થાય છે. ત્‍યારે દિલીપભાઇને આટલા એકડાના મતો ઓછા  મળ્‍યા છે. આ ચૂંટણીમાં કુલ ર૩ ઉમેદવારોને વિજેતા કરવામાં છેલ્લી ગણતરી અંગે ઉમેદવારોના મતોનું કોસ્‍ટક અહીં આપ્‍યું છે. 

મતગણતરી અપડેટઃ તા.૧૬-૦૩-ર૬ ૧ અને ર કોવટા પાર કરેલ છેઃ ૩ થી રર માંથી ૧૬ ઉમેદવાર છે

૧)  ર       અંસારી                 ર૩૯૮

ર)  ૬૫     પટેલ જે.જે.                     ૧૯૪૯

૩)  ૬૯     પટેલ પ્રવિણ પીડી.             ૧૬૯૦

૪)  ૬ર     પટેલ દિલીપ           ૧૬૫૪

પ)  ૧      અનડકટ મનોજ                ૧૬૪૮

૬)  ૯૩     વાઘેલા પરેશ           ૧૫૮૧

૭)  ૯૨     વાઘેલા કરણસિંહ               ૧૨૬૬

૮)  ૭પ     રબારી ભાવેશ          ૧૧૬૯

૯)  ૬૩     પટેલ હિતેષ                    ૧૦૫૭

૧૦) ૪૩     કેલા અનીલ                    ૧૦૧૮

૧૧) ૪૦     કામદાર મુકેશ          ૧૦૧૫

૧ર) ૩ર     ગોહિલ શંકરસિંહ                ૯૯૪

૧૩) ૮૯     ત્રિવેદી કિશોર          ૯૮૫

૧૪) ૩૦     ગઢવી મગન           ૯૭૫

૧પ) ૬૪     પટેલ જીજ્ઞેશ            ૯૩૫

૧૬) ૪૧     કાનીયા ધાર્મીશ         ૯૩૪

૧૭) પ      ભરત ભગત            ૯૨૪

૧૮) ૪૭     નાકરણી હરેશ          ૮૯૬

૧૯) પ૬     પરમાર મનોહર        ૮૫૭

ર૦) રર     દિપેન દવે                      ૮૧૧

ર૧) ૮ર     શેખ ઝાંકી                      ૮૦૨

રર) ૧૪     ચૌધરી મહા                    ૭૮૨

ર૩)    ૯૯     ઝાલા અનિરૂધ્‍ધસિંહ             ૭૭૩

 

એ.એ.અંસારી

જે.જે.પટેલ

(11:41 AM IST)