<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

બાર કાઉન્‍સિલના દીગ્‍ગજ ઉમેદવાર દિલીપ પટેલે વકિલોનો આભાર માન્‍યો

 

રાજકોટઃ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલે પોતાનો સૌરાષ્‍ટ્રમાં દબદબો જાળવવામાં ફરી એક વાર સાબિત થયા છે સાથે જ રાજ્‍કોટ સહિત સૌરાષ્‍ટ્રના વકિલોએ તેમણે ઉત્‍સાહભેર વધાવી લીધેલ છે અને દિલીપ પટેલના નેતળત્‍વમાં વકિલોએ ફરી એક વાર અતૂટ વિસ્‍વાશ મૂકેલો છે.

વકીલોના પ્રશ્ને સતત લડતા ઉમેદવાર દિલીપ પટેલે રાજકોટ સહિતના તમામ બાર એસો.ને તેમના તરફી મતદાન કરી અને વકીલ આલમમાં પ્રભાવ પાડેલ હોય. તેઓએ આજથીજ વકીલો માટે પાયાની સ્‍તરની કામગીરી કરી આપેલ છે અને તમામનો હદયપૂર્વક આભાર માનેલ છે.

તમામ વકિલોના વિસ્‍વાસમાં ખરા ઊતરેલ એડવોકેટ દિલીપ પટેલે તેનામાં વિસ્‍વાસ મૂકી અને જે જે ભાઈ બહેનોએ મતદાન કરેલ છે તે તમામ મતદારોને ગમે ત્‍યારે કોઈ પણ કામ કાજ માટે અવાજ દેવાનો કોલ કરેલ છે અને ૨૪ કલાક વકીલો માટે વકીલો થકી આ મુકામ સુધી પહોંચાડનાર તમામ વકીલોનો ફરીથી આભાર માની અને આવો જ સાથ સહકાર પ્રેમ મળતો રહેશે તેવી વિનંતી કરેલ હતી

(11:52 AM IST)