તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
હત્યાના ત્રણ આરોપી જોગરાણા ભાઇઓ રવિ, સાગર અને ગોપાલને એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધા

હત્યાના ત્રણ આરોપી જોગરાણા ભાઇઓ રવિ, સાગર અને ગોપાલને એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધાઃ એસીપી ચિંતન પટેલે વિગતો જણાવી હતી (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૭: રૈયાધારના ભાવેશભાઇ વાણવીની હત્યાના આરોપીઓ પૈકી ત્રણ શખ્સો રવિ મેરાભાઇ જોગરાણા (ઉ.વ.૨૩), સાગર મેરાભાઇ જોગરાણા (ઉ.વ.૨૬) અને ગોપાલ મેરાભાઇ જોગરાણા (ઉ.વ.૨૨) (રહે. બધા રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળાની સામેની શેરી નં. ૨)ને ૧૫૦ ફુટ રીંગ રોડ અટલ સરોવર નજીકથી એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધા છે. હત્યાના આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી રાકેશ દેસાઇએ સુચના આપી હોઇ પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, કોન્સ. શીવભદ્રસિંહ ગોહિલ, હેડકોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદીપસિંહ રાણા સહિતે ત્રણ આરોપીને શોધી કાઢી યુનિવર્સિટી પોલીસને સોંપી દીધા છે. પીઆઇ એચ. એન. પટેલ અને ટીમ વધુ તપાસ હાથ ધરી છે. એસીપી એસસીએસટી સેલ ચિંતન પટેલે આરોપીઓ પકડાયા તેની વિગતો જણાવી હતી.
(2:09 PM IST)










