તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
કટારીયા ચોકડી બ્રીજની કામગીરી જેટ ગતિએઃ ૬૫ ટકા કામ બાકી
સપ્ટેમ્બર-૨૦૨૭ સુધીમાં પ્રોજેક્ટ સંપન્ન કરવાનું લક્ષ્યાંકઃ ૨૬ પિયરનું કામ ૧૦૦ ટકા પૂર્ણ

થ્રી લેઅર બ્રીજઃ શહેરના ધમધમતા એવા કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યા નિવારવા કટારીયા ચોકડીએ થ્રી લેઅર એટલે કે અન્ડર ઓવર અને સેન્ટ્રલી બ્રિજ બનાવવામાં આવે છે. આ કામપુરજોશમાં ચાલી રહયુ છે.(તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ,તા.૧૭: રાજકોટ શહેરના ટ્રાફિકના કાયમી નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ હેઠળના મહત્વકાંક્ષી કાલાવાડ રોડ પર નિર્માણ થઇ રહેલ ‘‘કટારીયા બ્રિજ'' પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટની અંદાજે ૩૫ ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા આ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદા એટલે કે સપ્ટેમ્બર-૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવા માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીએ થ્રી લેઅર બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રીજમાં મોટા મવાથી કાલાવડ તરફ ઓવરબ્રીજ, ૧પ૦ ફૂટ રીંગ રોડથી જામનગર રોડ તરફ અન્ડર બ્રીજ તથા ગોંડલ રોડથી કાલાવડ રોડ અને શહેર માટે સામાન્ય રસ્તો બનાવવામાં આવનાર છે. આ ત્રી લેઅર બ્રીજનુ઼ નિર્માણ ૩૦ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
કટારીયા ચોક ખાતેના બ્રીજની વિગતોમાં ઓવર બ્રીજની લંબાઇ ૮૦૦ મી. રહેશે. પહોળાઇ ર૪ મી.ની બનાવાશે. જયારે અન્ડર પાસની લંબાઇ ૬૦૦ મી અને પહોળાઇ ૧૮ મીની નકકી કરવામાં આવી છે. જે કાલાવડ રોડ સ્થિત જલારામ ફુડ કોર્ટથી શરૂ થઇ કોસ્મોપ્લેક્ષ સીનેમાએ પૂર્ણ થશે.
જયારે ૧પ૦ ફૂટ રીંગ રોડ સ્થિત અંડર પાસ ઘંટેશ્વર તરફથી શરૂ થઇ રંગોલી આવાસ યોજનાએ પૂર્ણ થશે. જેની લંબાઇ ૧૮ મીટર છે.
આ કામગીરી સંપૂર્ણપણે સંપન્ન થઈ ચૂકી છે અને હવે સ્લેબના કામનું સ્ટેજીંગ પ્રગતિમાં છે. આ અદ્યતન સેક્શન માટે પાઈલ બેઝનું ૨૮ દિવસનું જરૂરી ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ડિઝાઇન મંજૂરી મળતા જ ટૂંક સમયમાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ થશે.
મહાનગરપાલિકા આ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા ગતિશીલ છે. આ બ્રિજ કાર્યરત થવાથી શહેરના વાહનચાલકોને ગીચતામાંથી મુક્તિ મળશે અને પરિવહન અત્યંત ઝડપી અને સુવિધાજનક બનશે. હવે પછીના તબક્કામાં સુપર સ્ટ્રક્ચર અને એક્સ્ટ્રા ડોઝ પોર્શનની કામગીરી હાથ ધરવામાં આવશે.
બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચર કામ કયાં પહોંચ્યુ
પિયર અને પિયર કેપઃ બ્રિજના તમામ ૨૬ પિયર નું કામ ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ૨૬ માંથી ૨૪ પિયર કેપ તૈયાર છે.
ગર્ડર અને અંડરપાસઃ૧૦૪ માંથી ૫૨ ગર્ડર (૫૦ ટકા) તૈયાર છે. અંડરપાસમાં ૭૮૬ Rmt માંથી ૪૬૬ Rmt કામ પૂરું થયું છે અને અંડરપાસ બોક્સ રાફ્ટનું કામ સંપૂર્ણપણે સંપન્ન છે. અને સ્લેબ ના કામનું સ્ટેજીંગ પ્રગતિમાં છે.
ટેકનિકલ વિગત
આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૧૧,૪૨૨.૦૦ કયુબિક મીટર કોંક્રિટ અને ૧,૦૫૦.૦૦ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા આ પ્રોજેક્ટને સપ્ટેમ્બર-૨૦૨૭ સુધીમાં એટલે કે તેની નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.
(2:44 PM IST)










