<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના જન્‍મદિવસની કાર્યાલય પર ઉમંગભેર ઉજવણી

રાજકોટ : શહેર કોંગ્રેસના જજ્‍બાતી, લડાયક અને યુવા નેતળત્‍વના પ્રતિક ડો. રાજદીપસિંહ જાડેજાના જન્‍મદિવસ નિમિતે  શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમંગ અને ઉત્‍સાહભેર ઉજવણી યોજાઈ હતી. આ અવસરે શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો તેમજ યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, સેવા દળ, ઓ.બી.સી, એસ.સી, એસ.ટી અને સોશિયલ મીડિયા સહિત તમામ ફ્રન્‍ટલ સેલના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ડો. રાજદીપસિંહ જાડેજાને જન્‍મદિવસની હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન કેક કટિંગ કરી ખુશીના પળો ઉજવાયા હતા  તમામ કાર્યકરોએ એકસ્‍વરે તેમના દીર્ઘાયુ જીવન, સારા સ્‍વાસ્‍થ્‍ય અને રાજકીય જીવનમાં વધુ ઊંચાઈઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ વ્‍યક્‍ત કરી હતી. ડો. રાજદીપસિંહ જાડેજાના દ્રઢ નેતળત્‍વ અને જનસેવાના સંકલ્‍પને આગળ વધારતા રાજકોટ શહેર કોંગ્રેસ વધુ સશક્‍ત બની જનહિતના મુદ્દાઓ પર સક્રિય રીતે લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી.

(3:27 PM IST)