તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરની વિસ્તૃત મુલાકાત

રાજકોટઃ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરમાં ચાલી રહેલી સ્વચ્છતા, આરોગ્ય અને નાગરિક સુવિધાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કમિશનર એ રૂબરૂ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. જે અંતર્ગત જ્યુબિલી ગાર્ડનમાં કાર્યરત જ્યુબિલી કંપોસ્ટ પ્લાન્ટ જંકશન મેઈન રોડ વિસ્તારની મુલાકાત લઈ શહેરની સફાઈ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન તથા માર્ગોની હાલત અંગે નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંતજંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. અહીં આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દીઓને મળતી સુવિધાઓ, દવાઓની ઉપલબ્ધતા અને સ્ટાફની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
(3:28 PM IST)










