News of Tuesday, 17th March 2026
રૂડાના રૂ.૩૦૨.૩૨ કરોડના બજેટને મંજૂરી
શહેરી વિકાસ સતામંડળની ૧૮૧મી બોર્ડ બેઠકમાં બે નવી નગર રચના યોજનાઓ (TP) બનાવવાનો ઇરાદો જાહેર કરાયો

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) ની ૧૮૧મી બોર્ડ બેઠક ગઇકાલે તા. ૧૬-માચના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં શહેરના ભાવિ વિકાસ અને આયોજનને ધ્યાને રાખીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેને બોર્ડ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે.
ગઇકાલે યોજાયેલી બોર્ડ બેઠકમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ (૧) હેઠળ સત્તામંડળની નીચે મુજબની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી.
જોમાં ૧. સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૯/૨ (બેડી) ૨. સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૪૪ (પાળ-કાંગશિયાળી) તથા સત્તામંડળના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૦૨.૩૨ કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી.
ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર રેમ્યા મોહન, રિઝીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીમહેશ જાની, જીલ્લા પંચાયત -મુખશ્રી -વિણાબેન રંગાણી, રૂડાના ઇન્ચાર્જ સી.ઈ.એ.આઈ.એસ. આહીર, કલેક્ટરશ્રીના પ્રતિનિધિ તરીકે ડો.ચાંદની પરમાર, મુખ્ય નગર નિયોજકશ્રીના -તિનિધિ તરીકે આર.ડી. પરમાર તથા RMCના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતા.
(3:30 PM IST)










