<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

તિથવા ગામેથી પ્રેમી સાથે ભાગેલી યુવતિની રફાળામાં વાડીના રૂમમાંથી લાશ મળી

મુળ એમપીની યુવતિને બુસા નામનો હમવતની ભગાડી ગયો હતોઃ તેણીના પરિવારને ફોન કરી શરમા મરી ગયાનું કહ્યું અને ગાયબ થઇ ગયોઃ રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ ભેદી મૃત્‍યુ અંગે કુવાડવા પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૧૭: કુવાડવા તાબેના રફાળા ગામે આવેલી સરપંચની વાડીની ઓરડીમાંથી પરપ્રાંતિય યુવતિની લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. મૃત્‍યુ અંગે શંકા ઉપજતાં પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. ઘટના હત્‍યાની છે કે અન્‍ય કોઇ રીતે મોત થયું? તે અંગે તપાસ થઇ રહી છે. આ યુવતિ પ્રેમી સાથે વાંકાનેરના તીથવા ગામેથી ભાગી નીકળ્‍યા બાદ તેની લાશ મળી હોઇ પરિવારજનોએ મૃત્‍યુ અંગે શંકા દર્શાવી છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરની ભાગોળે કુવાડવાના રફાળા ગામે સરપંચની વાડીની ઓરડીમાંથી પરપ્રાંતિય યુવતીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી હતી. મળતક યુવતી ૧૨ દિવસ પહેલા વાંકાનેરના તીથવા ગામેથી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બાદમાં પ્રેમીએ યુવતીના પરિવારજનોને ફોન કરી તમારી દીકરી મરી ગઈ છે તેમ કહેતા પરિવારજનો દોડી આવ્‍યા હતાં. યુવતી ઓરડીમાંથી નિર્વષા હાલતમાં મળી આવી હતી અને તેના ગુપ્ત ભાગે ઈજાના નિશાન હોય અને તબીબો દ્વારા ઝેર પીધાની શંકા પણ વ્‍યકત કરવામાં આવતાં મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સીક પીએમ કરવામાં આવ્‍યું છે. જ્‍યારે પરિવારજનો દ્વારા હત્‍યાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ માહિતી મુજબ મુળ મધ્‍યપ્રદેશના જાબુંવા જીલ્લાના ગામની વતની અને હાલ વાંકાનેરના તિતવા ગામે પરિવાર સાથે રહેતાં જોગાભાઈ ભુરીયાની ૧૮ વર્ષની પુત્રી શરમાબેન ગત તા.૩-૩-૨૦૨૬ના રોજ ગુમ થઈ જતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પણ પત્તો ન મળતાં  વાંકાનેર પોલીસમાં જાણ કરાઇ હતી. પોલીસ દ્વારા યુવતીના ડોકયુમેન્‍ટ માંગવામાં આવતાં યુવતીના ડોકયુમેન્‍ટ વતનમાં પડયા હોવાથી પરિવાર મધ્‍યપ્રદેશ ડોકયુમેન્‍ટ લેવા માટે ગયો હતો. દરમિયાન તપાસ કરતા. તેમની પુત્રીને મુળ મધ્‍યપ્રદેશનો જ વતની બુસા રાઠોડ નામનો શખ્‍સ ભગાડી ગયો હોઇ અને તે કુવાડવાના રફાળા ગામે હંસરાજભાઈ સેલડીયાની વાડીમાં રહેતો હોવાનું જાણવા મળ્‍યું હતું.

આ દરમિયાન તા.૧૫નાં રાત્રે બુસાએ યુવતીના પરિવારને ફોન કરી તમારી દીકરી મરી ગઈ છે તેમ જણાવતાં પરિવારજનો નીકળ્‍યા હતાં ત્‍યારે રસ્‍તામાં ફરી ફોન કરી રાજકોટ સિવિલ હોસ્‍પિટલ આવવા જણાવ્‍યું હતું. પરિવારજનો રાજકોટ સિવિલમાં પહોંચ્‍યા હતાં. તબીબો દ્વારા પણ યુવતિના શરીર ઉપર ઈજા હોવાનું અને તેને ઝેરી દવા પીધાની શંકાના આધારે મોતનું ચોકકસ કારણ જાણવા ફોરેન્‍સી પી.એમ.કરાવવા તજવીજ હાથ ધરી હતી. જેથી પરિવારજનો દ્વારા પુત્રીની હત્‍યા નિપજાવ્‍યાનો આક્ષેપ કરવામાં આવ્‍યો હતો. પુત્રીને ભગાડી જનાર બુસા નામનો શખ્‍સ ગૂમ હોઇ જેથી પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી. મૃત્‍યુ પામનાર શરમાબેન ત્રણ ભાઇની એકની એક મોટી બહેન હતી.  જેથી હત્‍યાની શંકા વધુ દ્રઢ બની હતી આ અંગે કુવાડવા રોડ પોલીસ વધુ તપાસ હાથ ઘરી છે. મળતક શરમા ત્રણ ભાઈની એકની એક મોટી બહેન હોવાનું અને તેના પિતા મજુરી કામ કરતાં હોવાનું જાણવા મળ્‍યું છે.

(3:32 PM IST)