તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
એડવોકેટ રીક્રીએશન ક્લબના હોદ્દેદારો : સન્માન, અંતાક્ષરી, સંગીત, સ્પોર્ટસ સહિતના કાર્યક્રમો યોજાશે
વકીલોમાં રહેલી સુશુપ્ત શક્તિને બહાર લાવવાનો ઉદેશ્ય : સંસ્થા એક પરિવારની જેમ કામ કરશે

રાજકોટ શહેરમાં વર્ષ ર૦૦૭-ર૦૦૮ માં એડવોકેટો માટેનો આઝાદી પછીના રાજકોટનાઇતિહાસમાં સર્વ પ્રથમ એડવોકેટ અંતાક્ષરીનું સફળતા પૂર્વક આયોજન એડવોકેટનોટરી દંપતી આશિત સોનપાલ તથા મીનલ સોનપાલ તથા અન્ય એડવોકેટોના કમીટી મેમ્બરના સાથ સહકાર અને બહોળી સંખ્યામાં એડવોકેટોના સહકારથી સફળતાપૂર્વક આયોજન કરેલ હતું.
એડવોકેટોની ખુબજ લોક ચાહના એડવોકેટ રીક્રિએશન ક્લબે મેળવેલ છે ઉપરાંતમાં તરણ સ્પર્ધા વિગેરે કાર્યક્રમો કરેલ. આ એડવોકેટ રીક્રિએશન ક્લબનો હેતુ એડવોકેટોનું કાર્ય માનસિક રહેતું હોય, તણાવ પણ રહેતો હોય, તેમાંથી હળવા થવા માટે હળવી પળોનેમાણવા માટે પોતાને મન-ગમતા શોખ જેવા કે, સંગીત, વિગેરે... પોતાની કળાઓ બહાર લાવી પોતાની સુશુપ્ત શકિતઓ બહાર આવે અને મનગમતી પ્રવૃત્તિઓ કરી અમુલ્ય પળોનો નિર્દોષ આનંદ મેળવવા માટેના એક માત્ર આશયથી આ એડવોકેટ રીક્રિએશનની સ્થાપના થયેલ છે.
જેમાં હવે પછી અવનવા કાર્યક્રમોની જાહેરાત કરી એડવોકેટો તથા તેના પરિવારજનો માટે સન્માન કાર્યક્રમો, કેરીઓકે સિંગિંગ, અંતાક્ષરી, ડાન્સ, સ્પોર્ટસ એકટીવીટી, ઇનડોર ગેમ્સ, મીની ટુર, પીકનીક, વિગેરે કાર્યક્રમો યોજાવાના છે. વર્ષ દરમ્યાન પાંચથી છ કાર્યક્રમો યોજાશે તેમ વકીલ મિત્રોએ જણાવ્યું હતું.
એડવોકેટ રિક્રિએશન ક્લબના હોદ્દેદારો સર્વશ્રી આશિત સોનપાલ (એડવોકેટ એન્ડ નોટરી) (સ્થાપાક), પંકજભાઇ દેસાઇ (સીનીયર એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ) (કમીટી સલાહકાર), પ્રફુલભાઇ અમૃતલાલ ચંદારાણા (સીનીયર એડવોકેટ) (કમીટી મેમ્બર), ડૉ. અજય ઠકરાર (એડવોકેટ) (કમીટી મેમ્બર), મીનલ સોનપાલ એડવોકેટ એન્ડ નોટરી) (સ્થાપક), હિનાબેન આનંદ પરમાર (એડવોકેટ) (કમીટી મેમ્બર), આશિષ કે. મહેતા (એડવોકેટ એન્ડ નોટરી) (કમીટી મેમ્બર), કમલેશ તન્ના (એડવોકેટ એન્ડ નોટરી) (કમીટી મેમ્બર), મનોજ ત્રિવેદી (એડવોકેટ) (કમીટી મેમ્બર), મેહુલ ત્રિવેદી (એડવોકેટ) (કમીટી મેમ્બર), અનીલ જી. કાકડીયા (એડવોકેટ એન્ડ નોટરી) (કમીટી મેમ્બર), કૃણાલ ભટ્ટી (કમીટી મેમ્બર), પી.ડી. રાચ્છ, જલ્પા રાચ્છ.
એડવોકેટ રીક્રિેઅશન ક્લબ દ્વારા હવે પછી રાજકોટના સંગીત પ્રેમી એડવોકેટ મિત્રો માટેનો ગીત સંગીતનો કાર્યક્રમ વિગેરે ભવ્યાતિભવ્ય પ્રોફેશનલ કાર્યક્રમોની પણ જાહેરાતો ભવિષ્યમાં કરવામાં આવશે. આ એડવોકેટ રીક્રિએશન ક્લબના કાર્યક્રમોનો લાભ જેઓ એવોકેટ રિક્રિએશન ક્લબના સભ્ય થશે તેઓ જ લાભ મેળવી શકશે. આ એડવોકેટ રીક્રિએશન ક્લબ નોન પોલીટીકલ ગૃપ છે.આ એડવોકેટ રીક્રિએશન ક્લબની સફળતા માટે શ્રી દિનેશભાઇ રાવલ, સીનીયર એડવોકેટ તથા ભૂતપૂર્વ એ.જી.પી., સીનીયર એડવોકેટ અરવિંદ ગજ્જર તથા અન્ય એડવોકેટસ હિરેન એ. ગજ્જર, યતીન જોશી, હર્ષિલ રાજાણી, એ.એ. ડેલા, કાર્તિક સોરઠીયા, મિલન પરમાર, હાર્દિક વાગડીયા, વિક્રાંત વ્યાસ, જીજ્ઞેશ ચોહાણ, હાર્દિક વાગડીયા, પિયુષ ટાંક, રવિ વાઘાણી, કૌશિક ગોસ્વામી, સાગર સોરઠીયા, વી.વી. ગોવાણી, પ્રતિક પટેલ, કુશ જોશી, દીપક દવે, વિશાલ ચૌહાણ, રવિ દોંગા, સંજય સાકરીયા, વિમલ અકબરી, એ.આર. દોંગા, જય કે. મોલીયા, કેલ્વીન ગજેરા, પાર્થ કોઠારી, પી.ડી. મુંગપરા, યોગેશ રાસીયા નોટરી, મહેન્દ્રભાઇ ભીંડે, ગિરધરભાઇ પટેલ, ઍડવોકેટ ભરત જોષી, અરવિંદભાઇ ગજ્જર, ભાવિન મલ્કાન, બી.એસ. પરમાર, ભાવેશ પટેલ, વિરલ કક્કડ, જગદીશ ચોટલીયા, પૂર્વા ખુમાણ, અંજલીબેન, જયશ્રીબેન વઘાસીયા, કુશ જોષીએ શુભેચ્છા પાઠવેલ છે.તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે એડવોકેટશ્રીઓ આશિત સોનપાલ મો. ૯૮રપ૬ર૪૧૭૪, પંકજભાઇ દેસાઇ મો. ૯૮ર૪ર૧૬૪પ૩, પી.ડી. રાચ્છ મો. ૯૮રપ૩૦૪પ૪૪, જલ્પા રાચ્છ મો. ૯૪ર૬૪૦૪પ૪૪, બી. એન. પરમાર, વિરલ કક્કડ અને પ્રફુલભાઇ ચંદારાણા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:34 PM IST)










