તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
શ્રી ઝુલેલાલ ભગવાનના ૧૦૭૬માં અવતરણ દિવસ નિમિતે શુક્રવારે સત્સંગ, કિર્તન, મહાઆરતી, મહાપ્રસાદ, કાર રેલી
શ્રી ઝુલેલાલ ઘાટ બાલક મંડળી દ્વારા લાલપરી ખાતે આયોજન

રાજકોટ : આગામી તા.૨૦ના શુક્રવારના સિંધી સમાજના ઇષ્ટદેવશ્રી સાંઇ ઝુલેલાલ ભગવાનનો ૧૦૭૬માં અવતરણ દિવસની ઊજવણીના ભાગ રૂપે શ્રી ઝુલેલાલ ઘાટ લાલપરીના હોદેદારો દ્વારા ઊજવણી કરવા ભારે થનગનાટ, જોવા મળી રહ્યો છે.
આ દિવસે સાંઇ ઝુલેલાલ સાહેબનું ભહેરાણું સ્થાપન કરી સત્સંગ, કિર્તન પંજડા, અખા પલવ મહા આરતી, છેજ દ્વારા ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવશે. આ કાર્યક્રમ સવારે ૮ થી ૧૦ દરમયાનયોજાશે. ત્યારબાદ ૧૦ થી ૧૧ મહાપ્રસાદ રાખેલ છે.
બપોરે ૧૨ વાગ્યે શ્રી ઝુલેલાલ ઘાટ લાલપરી થી સાઇલેન્ટ કાર રેલીપ્રસ્થાન કરશે.
આ ભવ્યરેલીનો મુખય રૂટ શ્રી ઝુલેલાલ ઘાટ લાલપરીથી પ્રધ્યુમન પાર્ક થઇ સંતકબીર રો. પાંજરાપોળ રોડ થઇ પારેવડી ચોક થી કેસરીહીંદપુલ થી સીવીલ હોસ્પીટલ ઓવર બ્રજ થી જામટાવર થઇ જંકશન પ્લોટથી શ્રી ઝુલેલાલ મંદિર સિંધી કોલોની ખાતે સમાપન થશે. આ કાર રેલીમાં સંભવીત ૫૦ થી વધુ કાર જોડાશે. તેમ જણાવાયું છે.
સ્થળ : શ્રી ઝુલેલાલ લાલપરી, પ્રદ્યુમન પાર્ક પાસે, લાખેશ્વર મહાદેવના ગેટ પાસે રાજકોટ.
આયોજન સફળ બનાવવા કિશોરભાઇ આસાણી(મો. ૯૧૭૩૨ ૨૦૭૦૧), હિંકત ભાઇ કિશનાણી (મો.૯૦૩૩૯ ૮૮૮૩૨), અમીતભાઇ પ્રીતમાણી, લોકુ ભાઇ દેસાણી, ભોનુભાઇ, વિજયભાઇ ચાંદવાણી, હરેશભાઇ મોદી, કનુભાઇ કોટવાણી,ચંદ્રકાંતભાઇ આહુજા, ભગવાનજી ભાઇ પોપટ,ગીરીશભાઇ દેશાણી, કિશોરભાઇ નારવાણી, અશોકભાઇ મામા, હરેશભાઇ દેશરાણી, યોગેશભાઇ દાવડા, નવીનભાઇ શાબટીયા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(10:52 AM IST)










