<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

સુલ્‍તાનપુર પોલીસે મધ્‍યપ્રદેશની જેલમાંથી ભાગી છૂટેલ વોન્‍ટેડ આરોપીને ઝડપી લીધો

પોકસોના ગુન્‍હાના આરોપી ઉપર ૧૦ હજારનું ઇનામ જાહેર કરાયુ'તુ : લસણ ભરવાના બહાને આરોપીને દબોચી લેવાયો

રાજકોટ, તા.૧૮: સુલ્‍તાનપુર પોલીસે મધ્‍યપ્રદેશની જેલમાંથી ભાગી છૂટેલ વોન્‍ટેડ આરોપીને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્‍વયે,સ્‍ટાફે મધ્‍યપ્રદેશ રાજ્‍યના જાબુઆ દ્વારા મધ્‍યપ્રદેશ રાજ્‍યના જાબુઆ પો.સ્‍ટે.ના ગુ.૨.નં.૩૪૯/૨૦૨૩ આઇ.પી.સી. કલમ૩૦૨,૩૭૬(૨)(ત્ર્) પોક્‍સો એક્‍ટ કલમ ૫,૬ મુજબના કામે ધરપકડ વોરંટનો આરોપી જે સને ૨૦૨૫ મા જાબુઆ સેન્‍ટ્રલ જેલ ખાતેથી નાસી ગયેલ હોય જે આરોપી ઉપર રૂ.૧૦,૦૦૦/નુ ઇનામ જાહેર થયેલ હોય અને તે આરોપીને મધ્‍યપ્રદેશ પોલીસ સાથે રહી સાજડીયાળી ગામે વાડીમા રોકાયેલ હોવાનુ જણાતા તેના વાડીમાલીક રોહીતભાઇ સોરઠીયાનો સંપર્ક કરી તેઓ દ્વારા આરોપીને પોતાના ઘરે લસણ ભરવાના બહાને બોલાવી આરોપી  (૧) હરમલ ખુમાન મેડા રહે.હાલ સાજડીયાળી મૂળ રહે.ઉદયાગઢ તા.જોબટ જી.અલીરાજપુર (મધ્‍યપ્રદેશ)ને ઝડપી લેવાયો હતો.

આ કામગીરી એ.એસ.આઇ. રાજેશ ગુર્જર (મધ્‍યપ્રદેશ પોલીસ)  એ.એસ.આઇ. જ્ઞાનબહાદુરસિંહ (મધ્‍યપ્રદેશ પોલીસ) પો.કોન્‍સ. ચંદ્રભાનસિંહ જાટ (મધ્‍યપ્રદેશ પોલીસ), પો.હેડ કોન્‍સ. જયસુખભાઇ ગરાંભડીયા (સુલતાનપુર પોલીસ), પો.કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા (સુલતાનપુર પોલીસ) દ્વારા કરવામાં આવી હતી.

(2:19 PM IST)