<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

પાનની કેબીન ન ચાલતાં દેણામાં ડુબેલા મુંજકાના અલ્‍પેશ ઉર્ફે કાનાએ કરી રૂા. ૪.૩૦ લાખની ચોરી

મુળ તાલાલાના રામપરાના શખ્‍સે રેકી કર્યા બાદ બંધ મકાનમાં હાથફેરો કર્યો હતો : એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને યુનિવર્સિટી પીએસઆઇ વી. જી. ડોડીયાની ટીમે પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં ઉકેલ્‍યોઃ દાગીના, રોકડા તેમજ કાર મળી ૭.૯૩ લાખની માલમત્તા કબ્‍જે

 

ઝડપાયેલો શખ્‍સ અલ્‍પેશ ઉર્ફે કાનો તથા એલસીબી ઝોન-૨, યુનિવર્સિટી પોલીસની ટીમો, કબ્‍જે થયેલી કાર, દાગીના, રોકડ, સહિતનો મુદ્દામાલ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: શહેરના વિમલનગરમાં  રહેતાં અને ઘર નજીક જ બૂટ ચપ્‍પલની દુકાન ચલાવતાં વેપારી  નિલેષભાઇ મનુભાઇ વાજાના બંધ મકાનમાં થયેલી ૪.૩૦ લાખની ચોરીનો ભેદ ગણતરીના સમયમાં એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી મુળ ગીર સોમનાથના રામપરા ગામના અને હાલ મુંજકા ગાત્રાળ ડેરીવાળી શેરીમાં રહેતાં અલ્‍પેશ ઉર્ફે કાનો ધીરૂભાઇ વાટુકીયા (ઉ.વ.૨૩)ને પકડી લઇ સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન, ક્રેટા કાર, રોકડા મળી રૂા. ૭,૯૩,૮૪૦ની માલમત્તા કબ્‍જે કરી છે. પાનની કેબીન ન ચાલતાં દેણામાં આવી જતાં રેકી કરીને આ ચોરી કર્યાનું આ શખ્‍સે કબુલ્‍યું હતું.

શહેરમાં ં બનતી ઘરફોડ ચોરી અને ચીલઝડપના બનાવો ડામવા માટે ઉચ્‍ચ પોલીસ અધિકારીઓની સુચના હોઇ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇએ કડક સૂચના આપવામાં આવી હતી. તે અંતર્ગત પીઆઇ એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર.એચ.ઝાલા તથા ગાંધીગ્રામ-૨ના પીએસઆઇ વી.જી.ડોડીયા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

તપાસનીશ ટીમોએ ઘટના સ્‍થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી ફૂટેજ તથા કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરના કેમેરા ચેક કર્યા હતા. ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્‍પદ શખ્‍સ ચોરીના મુદ્દામાલ સાથે કાળા કલરની ફોરવ્‍હીલ કારમાં પસાર થઈ રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે મુંજકા ગામ ખાતે વોચ ગોઠવી અલ્‍પેશ ઉર્ફે કાનો ધીરૂભાઈ વાટુકીયાને ઝડપી પાડ્‍યો હતો. તેની પાસેથી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ તથા નંબર વગરની પાંચ લાખની ક્રેટકા કાર મળી કુલ રૂપિયા ૭,૬૩,૮૪૦નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે. જેમાં સોનાનું મંગળસૂત્ર, ચૂંક અને નથણી, ચાંદીના મોટા અને નાના સાંકળા, ઝાંઝરી, બાળકોની કડલી, પોંચી, સીમંત રાખડી અને વીંટી, પ૦ હજારના બે મોબાઇલ ફોન, કાળા રંગની કાર, રોકડા ૬૫ હજાર  કબ્‍જે થયા છે.

આ કામગીરી પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્‍સ. હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, શક્‍તિસિંહ ગોહિલ, કુલદીપસિંહ રાણા, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જગમાલભાઈ ખટાણા, હેડકોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, મહીપાલસિંહ જાડેજા, વિજુભા જાડેજા, પ્રતાપસિંહ મોચા, ગોપાલસિંહ જાડેજા તથા કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, વનરાજભાઈ લાવડીયા, પ્રવિણભાઈ જતાપરા, મેસુરભાઈ કુંભારવાડીયા અને આદિત્‍યસિંહ ઝાલાએ કરી હતી.

ઝડપાયેલો અલ્‍પેશ ઉર્ફે કાનો વાટુકીયા મુંજકામાં પાનની કેબીન ચલાવતો હતો. પરંતુ ધંધો ન ચાલતાં તે દેણામાં આવી ગયો હતો. આમાંથી બહાર નીકળવા તેણે ચોરી કરવાનો પ્‍લાન ઘડયો હતો અને બંધ મકાનની રેકી કર્યા બાદ વિમલનગરમાં ત્રાટકી ચોરી કરી વતન તરફ ભાગી ગયો હતો. રાજકોટ આવતાં જ બાતમીને આધારે દબોચી લેવાયો હતો.

(2:53 PM IST)