તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 18th March 2026
મનપાના કોમ્યુનીટી હોલ બુકીંગમાં લગ્નપ્રસંગને પ્રાથમીકતાઃ નવા નિયમો અમલી
નાગરિકો લગ્ન માટે ૬ મહિના અગાઉ જયારે અન્ય પ્રસંગ માટે બે મહિના પહેલા બુકીંગ કરાવી શકશે

રાજકોટ તા.૧૮: મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વધુ સુવિધાસભર, પારદર્શક અને સુવ્યવસ્થિત સેવા ઉપલબ્ધ કરાવવા માટે કોમ્યુનિટી હોલ બુકિંગ સંબંધિત નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ લગ્ન પ્રસંગો તથા અન્ય સામાજિક, સાંસ્કળતિક અને જાહેર કાર્યક્રમો માટે હોલ બુકિંગ પ્રક્રિયા વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવામાં આવી છે.
નવા નિયમો અનુસાર, લગ્ન પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ બુકિંગને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. નાગરિકો લગ્ન માટે બુકિંગની તારીખથી વધુમાં વધુ ૧૮૦ દિવસ અગાઉ હોલ બુક કરી શકશે. જ્યારે અન્ય કાર્યક્રમો માટે હોલ બુકિંગ વધુમાં વધુ ૬૦ દિવસ અગાઉ કરી શકાશે.
હોલ રિઝર્વેશન સમયે અરજદારે ડિપોઝિટ તેમજ ભાડાની સંપૂર્ણ રકમ ભરપાઈ કરવી ફરજિયાત રહેશે. આ પ્રક્રિયા બુકિંગમાં પારદર્શિતા જાળવી રાખશે અને અનાવશ્યક બ્લોકિંગને અટકાવશે.
નાગરિકોની સુવિધા માટે બુકિંગ પ્રક્રિયા ઓનલાઈન તેમજ ઓફલાઇન બંને રીતે ઉપલબ્ધ છે. જેમાં ઓનલાઇન બુકીંગ રાજકોટ મહાનગરપાલિકાની સતાવાર વેબસાઇટ દ્વારા કરી શકાશે જયારે ઓફલાઇન બુકીંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ ખાતે નિર્ધારીત ફોર્મ ભરી હોલ બુક કરી શકાશે.
નવી તારીખો દરરોજ સવારે ૧૧ વાગ્યે (સર્વર સમય મુજબ) ખુલ્લી મુકવામાં આવશે. ઉપલબ્ધતા મુજબ વધુ દિવસો માટે પણ બુકિંગ કરી શકાશે.(૨.૧૯)
કોમ્યુનિટી હોલનું નામ ભાડુ ડીપોઝીટ
વસંતરાય ગઢકર કોમ્યુનિટી હોલ યુનિટ-૧ (ગુરુ પ્રસાદ ચોક) ૪૧૦૦ ૪૦૦૦
વસંતરાય ગઢકર કોમ્યુનિટી હોલ યુનિટ-૨ (ગુરુ પ્રસાદ ચોક) ૪૧૦૦ ૪૦૦૦
શ્રી પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનિટી હોલ (માયાણી ચોક) ૪૧૦૦ ૪૦૦૦
શ્રી મનસુખભાઇ ઉધાડ કોમ્યુનિટી હોલ (માયાણી ચોક) ૪૧૦૦ ૪૦૦૦
ડો. આબેંડકર કોમ્યુનિટી હોલ (જીલ્લા ગાર્ડન ચોક) ૨૧૦૦ ૪૦૦૦
અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ (વિજય પ્લોટ પાસે ) ૨૧૦૦ ૪૦૦૦
શ્રી ગુરુનાનક કોમ્યુનિટી હોલ (ગાયકવાડી) ૨૧૦૦ ૪૦૦૦
આનંદનગર કોમ્યુનિટી હોલ યુનિટ-૧ (પારડી રોડ) ૪૧૦૦ ૪૦૦૦
આનંદનગર કોમ્યુનિટી હોલ યુનિટ-૨ (પારડી રોડ) ૪૧૦૦ ૪૦૦૦
કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુ. હોલ, SNK સ્કુલ સામે, યુનિ.રોડ, યુનિટ -૧ ૩૫૧૦૦ ૫૦૦૦૦
કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુ. હોલ, SNK સ્કુલ સામે, યુનિ.રોડ, યુનિટ -૨ ૩૫૧૦૦ ૫૦૦૦૦
શ્રી નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ યોજના) ૨૧૦૦ ૪૦૦૦
શ્રી અભય ભારદ્વાજ કોમ્યુનીટી હોલ યુનીટ ૧,બાપા સિતારામ ચોક ૨૦૧૦૦ ૨૦૦૦૦
શ્રી અભય ભારદ્વાજ કોમ્યુનીટી હોલ યુનીટ ૨,બાપા સિતારામ ચોક ૩૦૧૦૦ ૩૦૦૦૦
શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ યોજના) ૨૧૦૦ ૪૦૦૦
પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ યુનિટ-૧ (સેટેલાઇટરોડ) ૪૧૦૦ ૪૦૦૦
પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ યુનિટ-૨ (સેટેલાઇટરોડ) ૪૧૦૦ ૪૦૦૦
શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ યુનિટ-૧ (૮૦ ફુટ રોડ) ૨૧૦૦ ૪૦૦૦
શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ યુનિટ-૨ (૮૦ ફુટ રોડ) ૨૧૦૦ ૪૦૦૦
શ્રી મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ (સંતકબીર રોડ) ૨૧૦૦ ૪૦૦૦
શ્રી કાંતીભાઇ વૈદ કોમ્યુનિટી હોલ ( કોઠારીયા રોડ ) ૪૧૦૦ ૪૦૦૦
સંત વેલનાથ કોમ્યુનીટી હોલ,યુનિટ-૧ મોરબી રોડ, આરોગ્યકેન્દ્ર પાસે ૯૧૦૦ ૯૦૦૦
સંત વેલનાથ કોમ્યુનીટી હોલ,યુનિટ-૨ મોરબી રોડ, આરોગ્યકેન્દ્ર પાસે ૯૧૦૦ ૯૦૦૦
શ્રી રંજનબેન રાવળ કોમ્યુનીટી હોલ,યુનિટ-૧ વાવડી રાજકોટ ૪૧૦૦ ૪૦૦૦
શ્રી રંજનબેન રાવળ કોમ્યુનીટી હોલ,યુનિટ-૨ વાવડી રાજકોટ ૪૧૦૦ ૪૦૦૦
શ્રી રંજનબેન રાવળ કોમ્યુનીટી હોલ,યુનિટ-૩ વાવડી રાજકોટ ૪૧૦૦ ૪૦૦૦
શ્રી છત્રપતિ શિવાજી કોમ્યુનીટી હોલ,રેલનગર ૯૧૦૦ ૯૦૦૦
નવનિર્મિત કોમ્યુનિટી હોલ, યુનિટ-૧, સંતોષ પાર્ક, વોર્ડ નં. ૧, રૈયા રોડ ૨૦૧૦૦ ૨૦૦૦૦
નવનિર્મિત કોમ્યુનિટી હોલ,યુનિટ-૨, સંતોષ પાર્ક, વોર્ડ નં. ૧, રૈયા રોડ ૩૦૧૦૦ ૩૦૦૦૦
(2:54 PM IST)










