<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં ત્રીજા નંબરે રાજકોટનાં દિલીપભાઇ પટેલ વિજેતાઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વકીલોમાં આનંદની લાગણી

શુક્રવારે વિવિધ વકીલ મંડળો દ્વારા વિજય સરઘશનું આયોજનઃ જીત માટેનો ૧૯ર૯ મતોનો કવોટા પાર કરી ર૦ર૧ મતો મળ્‍યાઃ સતત ચૌથી વખત દિલીપભાઇ ચુંટાયા

રાજકોટ, તા. ૧૮: રાજકોટના બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા ના સહ અધ્‍યક્ષ અને બાર કાઉન્‍સિલના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત ની પ્રતિષ્ઠા ભર્યા જંગમાં દિલીપભાઈ પટેલે આજરોજ ક્‍વોટા પાર પાડી ત્રીજા ક્રમાંકે આજરોજ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણી કમિટીએ વિજેતા જાહેર કરેલ છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની અગાઉની બે ચૂંટણીમાં દિલીપભાઈ પટેલ પ્રથમ ક્રમાંકે સમગ્ર ગુજરાતમા ચૂંટાયેલા જાહેર થયેલ હતા. દિલીપભાઈ પટેલ વકીલોના હમદર્દ તથા હમસફર અને પોતીકા ઉમેદવાર તરીકે વકીલોમાં ગણાય છે. દિલીપભાઈ પટેલની બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમા જીત થવાથી સમગ્ર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ માં આનંદ ની લાગણી ફેલાયેલ છે. અને ઠેર ઠેર થી દિલીપભાઈ પટેલ ને વોહટ્‍સએપ તથા ફોન થી અભિનંદન ની વર્ષ થઈ રહેલા છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા ૧૯૨૯ મતોનો ક્‍વોટા જાહેર થયેલ અને આ મત પાર કરનાર ચૂંટાયેલા જાહેર કરવાનું નક્કી થયેલ જે કવોટાને દિલીપભાઈ પટેલે આ ત્રીજી વાર પાર પાડી અને વકીલોનું હમદર્દ અને જાગળત વકીલ તરીકે સાબિત કરી આપેલ છે. દિલીપભાઈ પટેલ વકીલોના સુખ દુઃખ ના હંમેશા ભાગીદાર બનેલા અને દિલીપભાઈ પટેલની આ ઐતિહાસિક જીતને વધાવવા માટે સમગ્ર સૌરાષ્‍ટ્રના વકીલોમાં થનગનાટ ઉભો થયેલ છે.

દિલીપભાઈ પટેલના સમર્થકો લીગલ સેલ, રેવન્‍યુ બાર એસોસિએશન, ક્‍લેઇમ બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, મહિલા બાર એસોસિએશન દ્વારા તા. ૨૦-૦૩-૨૦૨૬ ને શુક્રવારે સવારે ૧૦:૩૦ વાગ્‍યે વિજય સરઘસ ફટાકડા, ઢોલ નગારા અને તમામ વકીલ ભાઈ બહેનોએસાફા પહેરીને વિજય સરઘસ કાઢવાનું  નક્કી કરેલ છે. આ વિજય સરઘસમાં રાજકોટના તમામ વકીલ ભાઈઓ અને બહેનોએ ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરેલ છે.

(3:27 PM IST)