તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
શહેરમાં છેલ્લા એક વર્ષમાં મનપાની રમત-ગમત સુવિધામાં ૩૬ હજાર લોકો જોડાયા
સૌથી વધુ ર૧ સભ્યોએ સ્નાનાગારમાં દાખવ્યો રસઃ સ્વિમીંગ પુલના વાર્ષિક જાણકાર મેમ્બર્સ માટે તા.ર૦થી તથા અન્ય રમત માટે તા. ર૭થી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે

રાજકોટ, તા. ૧૮: મહાનગરપાલિકા હસ્તકના તાાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્બર્સ માટે તા.૨૦ માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થશે તેમજ તાાનાગાર સિવાયની તમામ રમતગમત સુવિધાઓનુ ત્રીમાસિક તથા વાર્ષિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તથા તાાનાગારનુ ત્રિમાસિક રજીસ્ટ્રેશન તા.૨૭ માર્ચથી શરૂ થશે. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ તથા શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ ખાતે આવેલ બેડ્મિન્ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, ૦૨ ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, સ્કોવોશ કોર્ટ તેમજ રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક જીમ તથા વિવિધ તાાનાગારો જેમકે શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ તાાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી તાાનાગાર કાલાવડ રોડ, શ્રી લોકમાન્ય તિલક તાાનાગાર, રેસકોર્ષ, શ્રી સ્વામી વિવેકાનંદ તાાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા તાાનાગાર, સાધુવાસવાણી રોડ ખાતે શિખાઉ તથા જાણકાર સભ્યો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા તથા સ્પોટર્સ ઓર્થોરીટી ઓફ ગુજરાતની સંયુકત લ્ભ્સ્ રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોટર્સ કોમ્પલેક્ષ મવડી ખાતે રમત ગમત સુવિધાઓ જેમ કે બેડમિન્ટન, લોન ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ તથા કબ્બડીના કોચીંગ માટે માસિક રજીસ્ટ્રેશનની પ્રવેશ પ્રકિયા પણ શરૂ કરવામાં આવનાર છે. ઉપરોક્ત વિગતે તમામ તાાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્બર્સ માટે તા.૨૦ માર્ચના રોજ વહેલા તે પહેલાનાં ધોરણે વાર્ષિક મેમ્બરશીપ www.rmc.gov.in પરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.
તેમજ તમામ રમતગમત સુવિધાઓનુ ત્રીમાસિક તથા વાર્ષિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તથા તાાનાગારનુ ત્રિમાસિક રજીસ્ટ્રેશન તા.૨૭ માર્ચથી શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.
વર્ષ-ર૦રપ-ર૦ર૬માં કઇ રમતમાં કેટલા સભ્યો નોંધાયા
રમતગમતની સુવિધાનું નામ નોંધાયેલ સભ્યોની સંખ્યા
સિન્થેટીક એથ્લેટીક ટ્રેક રેસકોર્ષ ૮૪૫૦
સિન્થેટીક ટેનીસ કોર્ટૅ રેસકોર્ષ ૨૧૯
સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ રેસકોર્ષ ૨૩૦
વિવિધ જીમ ૩૭૮૪
શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ તાાનાગાર, કોઠારીયા રોડ ૫૬૦૫
શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી તાાનાગાર, કાલાવડ રોડ ૭૪૭૦
શ્રી લોકમાન્ય તિલક તાાનાગાર, રેસકોર્ષ ૪૭૭૩
શ્રી સ્વામી વિવેકાનંદ તાાનાગાર, પેડક રોડ ૨૧૦૮
શ્રી જીજાબાઇ તાાનાગાર, સાધુ વાસવાણી રોડ ૧૯૦૯
વોલીબોલ કોર્ટ ૫૦
મવડી ઇન્ડોર સ્ટેડીયમ બેડમિન્ટન ૧૨૪૯
મવડી ઇન્ડોર સ્ટેડીયમ બાસ્કેટબોલ ૧૭૧
મવડી ઇન્ડોર સ્ટેડીયમ લોન ટેનીસ ૧૫૫
મવડી ઇન્ડોર સ્ટેડીયમ વોલીબોલ ૨૯૦
કુલ નોંધાયેલ સભ્યોની સંખ્યા ૩૬૪૬૩
(4:04 PM IST)










