<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ગુજરાત બાર કાઉન્‍સીલની ચુંટણીમાં અમૃતાબેન ભારદ્વાજ મહિલા અનામતના કવોટામાં વિજયીઃ જીતની સતાવાર જાહેરાત બાકી

રાજકોટ તા. ૧૮: ગુજરાત બાર કાઉન્‍સીલની ચુંટણીમાં ૩૦ ટકા અનામત જગ્‍યામાંથી પાંચ મહિલા ઉમેદવારોની જીત નિશ્ચિત મનાય છે. ત્‍યારે રાજકોટ-ગુજરાતના જાણીતા ધારાશાસ્‍ત્રી સ્‍વ. અભયભાઇ ભારદ્વાજના પુત્રી અને એડવોકેટ અંશ ભારદ્વાજના બહેન અમૃતાબેન ભારદ્વાજનો મહિલા અનામતમાં ભવ્‍ય વિજય થયો છે. હાલમાં મત ગણતરી ચાલું હોય તેમની જીતની સત્તાવાર જાહેરાત હવે ૪ નંબરની ૧૮ નંબરના ઉમેદવારો વિજયી થયા બાદ કરાશે તેમ જાણવા મળે છે.

અમૃતાબેન ભારદ્વાજે ખુબજ નાની ઉંમરે બાર કાઉન્‍સીલની ચુંટણીમાં પ્રથમવાર ઉમેદવારી નોંધાવી છે. અને તેમાં તેઓ આ લખાય છે તેઓ વિજયી થયાનું જાણવા મળે છે. પાંચ મહિલા ઉમેદવારોમાં હાલ તેઓ પ્રથમ હોવાનું જાણવા મળે છે. તેઓ ૭રર મતો મેળવી ચુકયા છે. હજુ મત ગણતરી ચાલી રહી છે. મહિલા અનામત કવોટા ઉપર તેમની શાનદાર જીત થતાં તેમના સહ મહિલા વકીલો અને ટેકેદારોમાં ખુશીની લાગણી જન્‍મી છે. બાર કાઉન્‍સીલની મત ગણતરી પુરી થયાં બાદ તેમની જીતની સતાવાર જાહેરાત કરાશે તેમ જાણવા મળે છે. 

(3:30 PM IST)