તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
શહેરના ૬૦ વર્ષથી વધુની ઉંમરના નાગરિકના અવસાનનું પ્રમાણપત્ર આરોગ્ય કેન્દ્રથી મળશે
મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી દ્વારા સત્તાવાર જાહેરાત : કોર્પોરેટરોની ટર્મ પૂર્ણ થતા ઉભી થયેલ અસમંજસનો અંત : સવારે ૯ થી ૬ દરમિયાન મેડીકલ ઓફીસરનો સંપર્ક કરી શકાશે

રાજકોટ, તા.૧૮: શહેરમાં ૬૦ વર્ષથી વધુ ઉમરના વળધ્ધોના અવસાન વળધ્ધાવસ્થાના કારણે થાય ત્યારે સંબંધીએ નજીકના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરનો સંપર્ક કરવાનો રહેશે. આ માટે મેડીકલ ઓફિસરશ્રી પાસેથી મળત્યુ અંગેનુ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે તેમ મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મૂજબ ગત તા.૧૧ માર્ચના રાજકોટ મહાનગરપાલિકામાં શાસકોની મુદ્દત પુર્ણ થતા હાલ રાજકોટ શહેરમાં વહિવટદારની નિમણુંક થયેલ છે. રાજકોટ શહેરમાં ૬૦ વર્ષથી ઉપરની વળધ્ધ વ્યક્તિના વળધ્ધાવસ્થાના કારણે અવસાન થાય ત્યારે વિસ્તારના કોર્પોરેટરના પ્રમાણપત્ર રજુ રાખી નજીકના ફાયરસ્ટેશનમાં મરણ અંગેની નોંધ કરાવવામાં આવે છે.
હાલ શહેરમાં કોર્પોરેટરની મુદ્દત પુર્ણ થયેલ હોય નવા કોર્પોરેટરઓની નિમણુંક ન થાય ત્યાં સુધી શહેરમાં ૬૦ વર્ષથી વધુ ઉમરના વળધ્ધોના અવસાન વળધ્ધાવસ્થાના કારણે થાય ત્યારે સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક દરમ્યાન નજીકના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. જે મળતકના સગાને મળત્યુ અંગેનુ પ્રમાણપત્ર આપશે અને આ સમય સિવાય નજીકમાં મેડીકલ પ્રેકટીશ કરતા રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીશનર (રજીસ્ટર ડોક્ટરશ્રી)નો સંપર્ક કરી તેઓની પાસેથી મળત્યુ અંગેનુ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. જે પ્રમાણપત્ર નજીકના ફાયરસ્ટેશનમાં જોડી અને અંતિમવિધી અંગેની મંજુરી મેળવવાની રહેશે.
(4:05 PM IST)










