<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

સૌરાષ્‍ટ્રમાં ચોરી-લુંટ કરતી ૧૯ની ટોળકી સામે ગુજસીટોક

રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબીએ ૮૦ ચોરી, ૧ લુંટ, પ ગેંગ કેસ તથા ૧ બળાત્‍કારના કેસમાં સંડોવાયેલ ટોળકીના ૧૧ સભ્‍યોની ધરપકડ કરી : ૪ શખ્‍સો જેલમાં અન્‍ય ૪ શખ્‍સોની શોધખોળ બળાત્‍કાર-લુંટ-ચોરી સહિતના ૪પ ગુન્‍હામાં સંડોવાયેલ મુખ્‍ય સુત્રધાર પાલીતાણાના રણજીત ઉર્ફે બોડીયો તથા ર૦ ગુન્‍હામાં સંડોવાયેલ ઉમરાળા પંથકના મનજી ઉર્ફે બાટલી સહિતના શખ્‍સોની શોધખોળ

ઉપરની પ્રેસ કોન્‍ફરન્‍સમાં માહીતી આપતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર  બાજુમાં એસઓજીના પીઆઇ પારગી, એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા, તથા રૂરલ એસઓજીના પીએસઆઇ જી.જે.ઝાલા નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં સૌરાષ્‍ટ્રમાં ચોરી-લુંટ કરતી ટોળકીના સાગ્રીતો (નીચે બેઠેલા) સાથે રૂરલ એલસીબી તથા એસઓજીનો સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૯: સોૈરાષ્‍ટ્રમાં ચોરી-લુંટ આચરતી અને ૯૨ ગુનામાં સંડોવાયેલ ટોળકીના ૧૯ સભ્‍યો સામે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર તથા ટીમે ગુજસીટોક હેઠળ વિંછીયા પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કરી આ ટોળકીના ૧૧ સભ્‍યોની ધરપકડ કરી છે. આ ટોળકીના ૪ સભ્‍યો હાલ જેલમાં છે જયારે અન્‍ય ૪ શખ્‍સોની શોધખોળ હાથધરાઇ છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ રેન્‍જના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને સુચના અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા વિસ્‍તારમાં ગુનાખોરીને નેસ્‍ત નાબુદ કરવા અને અવાર નવાર ગુના કરતા હોય તેવા ઇસમો વિરૂધ્‍ધ સખ્‍તાઇથી કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય પાલીતાણા પંથકના રણજીત ઉર્ફે રણીયો તથા તેની ટોળકી દ્વારા પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે સંગઠીત થઇ પૂર્વ આયોજીત કાવતરૂ કરી  સંગઠીત ગુના આચરતી ટોળકી (syndicate) બનાવી એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્‍કરી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના રાજકોટ ગ્રામ્‍ય, સુરેન્‍દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ ગ્રામ્‍ય જિલ્લા વિસ્‍તારમાં મિલકત સંબંધી તથા શરીર સબંધી ગંભીર પ્રકારના ગુના પોતાના આર્થિક લાભસારૂ આચરી ભયનુ વાતાવરણ ઉભુ કરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવળતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા હોવાનુ જણાતા રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. શાખાના પો.ઇન્‍સ. વી.વી.ઓડેદરા તથા સ્‍ટાફના માણસો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ છેલ્લા દસ વર્ષમાં નોંધાયેલ ગુનાની માહિતી મેળવી તેનો ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરી જરૂરી દસ્‍તાવેજો એકત્રીત કરી GUJCTOC એકટ મુજબ ગુનો બનતો હોવાનુ ફલીત થતા રેકર્ડ આધારે દરખાસ્‍ત તૈયાર કરી વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫ ની કલમ-૩(૧) ની પેટા કલમ (૨) તથા કલમ ૩(૨) તથા ૩(૪) તથા કલમ ૩(૫) મુજબ ગુનો રજીસ્‍ટર કરવામાં આવેલ છે.

આ અંગે રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્‍ફરન્‍સમાં માહીતી આપતા રૂરલ એસપી  વિજયસિંહ ગુર્જરે જણાવ્‍યું હતું કે, આ ટોળકીનો મુખ્‍ય સુત્રધાર કે જેને પકડવાનો બાકી છે તે રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજીભાઇ પરમાર (રહે. ભાવનગર) સામે લુંટ -૧ , બળાત્‍કાર-૧, ઘરફોડ ચોરી-૩પ, ગેંગ કેસ-૪ સહિત ૪પ ગુન્‍હાઓ નોંધાયેલા છે. તેમજ તેના સાગ્રીત  અજય ઉર્ફે બોડીયો જેન્‍તીભાઇ ઝાપડીયા (રહે. મૂળ તુરખા, જી. બોટાદ)કે જેને પકડવાનો બાકી છે તેની સામે ઘરફોડ ચોરીના ૧૯ અને ગેંગ કેસ-૧ નોંધાયેલ છે.  આ ટોળકીના ૧૯ સભ્‍યો પૈકી મનજી ઉર્ફે બાટલી, પરસોતમભાઇ ડાભી રહે. ચોગઠ, તા. ઉમરાળા, જી. ભાવનગર, (ઘરફોડ ચોરી-૮, અન્‍ય ચોરી-૧ર, ગેંગ કેસ-૧)  ભયલુ મનુભાઇ વાઘેલા રહે. નવાણીયા તા. વલ્લભીપુર (ઘરફોડ ચોરી-૬, ગેંગ કેસ-૧, વિપુલ બચુભાઇ વણોદીયા  રહે. લાખણકા, તા. ગઢડા, જી. બોટાદ,(ઘરફોડ ચોરી-ર, અન્‍ય ચોરી-૧ર) અશોક લાભુભાઇ સોલંકી રહે. મોખડકા, તા. પાલીતાણા, (ઘરફોડ ચોરી-ર, અન્‍ય ચોરી-૧ર) જગદીશ ઉર્ફે કાળીયો ઉર્ફે ગગુડીયો પોપટભાઇ ચૌહાણ, રહે. હાલ પાલીતાણા, (ઘરફોડ ચોરી-પ, ગેંગ કેસ-૧)ભરતભાઇ ઉર્ફે બોડીયો ગંભીરભાઇ પરમાર રહે. હાલ દરેડ, મૂળ ગામ મેઢા, તા. પાલીતાણા (લુંટ-૧, ઘરફોડ ચોરી-૧૬, ગેંગ કેસ-૧) રાજુ ઉર્ફે ભાણો ઉર્ફે રાજેશ મંગાભાઇ પરમાર રહે. ચોટીલા જુના બસ સ્‍ટેન્‍ડ પાસે (ઘરફોડ ચોરી-પ, ગેંગ કેસ-૧) નરેશ મગનભાઇ કારડીયા રહે. ઠેબા ગામ, તા. જી. જામનગર (ઘરફોડ ચોરી-૮) અજીત ઉર્ફે ટીહલો પુનાભાઇ વાઘેલા રહે. પાલીતાણા, (ઘરફોડ ચોરી-પ) અર્જુન ભગવાનભાઇ ઉર્ફે ભગાભાઇ વાઘેલા, રહે. માલવણ ગામ, તા. પાલીતાણા, (ઘરફોડ ચોરી-૩, ગેંગ કેસ-૧) તથા હિરા ઉર્ફે નાનો દલસુખભાઇ સાથડીયા રહે. નીંગાળા તા. ગઢડા (ઘરફોડ ચોરી-૪)ની  સહિત ૧૧ ની ધરપકડ કરાઇ છે. જયારે આ ટોળકીના દિનેશ ધીરૂભાઇ વાઘેલા રહે. પાલીતાણા (ઘરફોડ ચોરી-પ) મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ વાઘેલા રહે.ગરીબ પરા તા. ઘોઘા, (ઘરફોડ ચોરી-૬, અન્‍ય ચોરી-૧, ગેંગ કેસ-૧) તથા ભરત ઉર્ફે પથુ મનુભાઇ વાઘેલા રહે. નવાણીયા, તા. વલ્લભીપુર (લુંટ-૧, ઘરફોડ ચોરી-૩૦, ગેંગ કેસ-૧) તથા મુકેશ ઉર્ફે ભોપો ઉર્ફે ભગો ઉર્ફે કાંબલી રમેશભાઇ સોલંકી રહે. ચોગઠ, તા. ઉમરાળા, (ઘરફોડ ચોરી-૧પ, અન્‍ય ચોરી-૧૪, ગેંગ કેસ-૧, પ્રોહી. કેસ-૧) હાલ જેલમાં છે.

 આ ટોળકીના મુખ્‍ય સુત્રધાર  રણજીત ઉર્ફે બોડીયો તેના સાગ્રીત સંજય ઉર્ફે સીજે, મનુભાઇ વાઘેલા રહે. નવાણીયા, તા. વલ્લભીપુર, (ઘરફોડ ચોરી-૬, ગેંગ કેસ-૧, ફેટલ અકસ્‍માત-૧) અજય  ઉર્ફે બોડીયો  જયંતીભાઇ ઝાપડીયા, તથા સંજય બાવકુભાઇ ઉર્ફે બાબુભાઇ સોલંકી રહે. ભંડારીયા, તા. જસદણ, (ઘરફોડ ચોરી-૩, ગેંગ કેસ-૧)ની શોધખોળ હાથ ધરાઇ છે.

આ ટોળકી સામે ઘરફોડ ચોરીના ૩પ   , રાત્રીના ઘરફોડ ચોરીના ૩ર, સાદી-સીમ ચોરીના ૧૩, લુંટ-૧, બળાત્‍કાર-૧, ગેંગ કેસ-પ, જીપીએકટ ૧રર મુજબ-ર, જીપીએકટ ૧૩પ મુજબ-૧, ફેટલ અકસ્‍માત-૧ તથા પ્રોહીબીશન એકટ મળી કુલ ૯ર ગુન્‍હાઓ નોંધાયા છે. વિશેષ તપાસ જેતપુરના ડીવાયએસપી આર.એ.ડોડીયા ચલાવી રહયા છે.

આ કામગીરી રાજકોટ ગ્રામ્‍ય LCB ના PI  વી.વી.ઓડેદરા તથા PSI  કે.એમ.ચાવડા, PSI એચ.સી.ગોહીલ, PSI આર.વી.ભીમાણી, PSI પી.એન.ભરવાડ તથા ASI બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી, ASI અમીતસિંહ જાડેજા, ASI ઇન્‍દ્રસિંહ જાડેજા, ASI જયવિરસિંહ રાણા, ASI અનિલભાઇ ગુજરાતી, ASI રોહિતભાઇ બકોત્રા, ASI બ્રિજરાજસિંહ જાડેજા, ASI રવિદેવભાઇ બારડ, ASI ભાવેશભાઇ ચાવડા, ASI અનિલભાઇ બળકોદીયા તથા HC રસીકભાઇ જમોડ, HC પ્રહલાદસિંહ રાઠોડ, HC ભગીરથસિંહ જાડેજા, HC શિવરાજભાઇ ખાચર, HC જીતેન્‍દ્રભાઇ ગોહિલ, HC ધર્મેશભાઇ બાવળીયા, HC ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, HC રમણીકભાઇ મણવર, HC મનિષભાઇ વરૂ, HC અર્જુનભાઇ ડવેરા, HC અરવિંદસિંહ જાડેજા, HC ઘનશ્‍યામસિંહ જાડેજા, HC છત્રપાલસિંહ જાડેજા, HC હિતેષભાઇ હમીરપરા, HC મનદિપસિંહ જાડેજા, HC ગીતાબેન ગલચર, HC ભારતીબા સરવૈયા તથા PC ભાવેશભાઇ મકવાણા, PC વિજયભાઇ સિંહાર, PC રણજીતભાઇ બોરડ, PC ભરતભાઇ ગમારા, PC શકિતસિંહ ઝાલા, PC શકિતસિંહ જાડેજા, PC ઇશીતભાઇ માણાવદરીયા, PC નિકુંજભાઇ સુતરીયા, PC અમીતભાઇ સુરૂ, PC અઝીમભાઇ સમા, PC વિજયભાઇ ખડીયા, PC મહેન્‍દ્રસિંહ સોલંકી, PC કિશોરભાઇ કુગશીયા તથા રાજકોટ ગ્રામ્‍ય SOG ના ASI ફિરોજભાઇ બ્‍લોચ તથા PC નિર્મળસિંહ ચુડાસમા, PC કલ્‍પેશભાઇ કોડીવાર, PC રઘુભાઇ ત્રકટા, PC રણજીતભાઇ ધાધલ, PC વિપુલભાઇ ગોહિલ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(3:52 PM IST)