<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

જુનુ એટલુ સોનુઃ ભૂપત બોદરને પંચાયતો અને ગોંડલ સુધરાઇની ચૂંટણીની જવાબદારી

પૂર્વ પ્રમુખમાં ઠાવકાઇ ઠસોઠસ, ટકે વરસોવરસ બોદર સંયોજક, ટોળિયા સહસંયોજકઃ મેર અને પનારા સભ્‍ય

રાજકોટ તા. ૧૯ :.. આગામી સમયમાં યોજાનાર સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી અંતર્ગત રાજકોટ જીલ્લાની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના આયોજન અને વ્‍યવસ્‍થા માટેના રાજકોટ જિલ્લાની ટીમ જિલ્લા પ્રમુખ અલ્‍પેશ ઢોલરીયાએ જાહેર કરી છે.

ભૂપતભાઇ બોદર પૂર્વ પ્રમુખશ્રી જીલ્લા પંચાયત સંયોજક, પ્રફુલભાઇ ટોળીયા, જીલ્લા ઉપપ્રમુખ સહ-સંયોજક, મુકેશભાઇ મેર જીલ્લા મંત્રી સભ્‍ય અને વિરલભાઇ પનારા પૂર્વ દંડક જીલ્લા પંચાયચત સભ્‍ય તરીકે રહેશે.

ભાજપના જુના અને જાણીતા અગ્રણી શ્રી ભૂપત બોદર રાજકોટમાં કોર્પોરેટર અને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. શહેરી અને ગ્રામીણ રાજકારણની તાસીરના જાણકાર છે. પાર્ટીએ તેમની ક્ષમતા ધ્‍યાને રાખીને પંચાયતો અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી વ્‍યવસ્‍થા સોંપતા તેમના પર અભિનંદન વર્ષા થઇ રહી છે

(2:18 PM IST)