<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : મા આશાપુરા મંદિર પેલેસ રોડ ખાતે અનેરા શણગાર

 

રાજકોટ : આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા જ માતાજીના મંદિરોમાં ઘટસ્‍થાપન સાથે આરતી ગરબાના વિશેષ કાર્યક્રમો આયોજીત થયા છે. પેલેસ રોડ પર આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરને અનેરા શણગાર કરવામાં આવ્‍યા છે. રોશની શણગાર ભાવેશભાઇ માનસતા દ્વારા અને મંડપ ડેકોરેશન જગદીશ મંડપ સર્વીસવાળા જગદીશભાઇ તરફથી કરવામાં આવેલ છે. પુજારી તરીકે વિશ્વેશભાઇ ભટ્ટ અને ભરતભાઇ ભટ્ટ સેવા આપી રહ્યા છે. નવરાત્રી દરમિયાન માતાજીના શ્‍લોક, સ્‍તુતિ ગરબા અને અનુષ્‍ઠાન થશે.  માઇ ભકતો દર્શન પૂજન કરી ધન્‍ય બનશે. કોઇ ઉપવાસ એકટાણા કરીને શક્‍તિ આરાધના કરશે. ઘરે ઘરે પણ લોકો ગરબો પધરાવી ઘટસ્‍થાપન કરી નવ દિવસ સુધી માતાજીના ગુણગાન ગાશે. માતાજીની આરાધના કરવા ભકતોમાં અનેરો તલસાટ જોવા મળી રહ્યો છે. ચૈત્રી નવરાત્રી નિમિતે પેલેસ રોડ પર આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરે કરાયેલ અનેરા શણગાર તેમજ દર્શન માટે ઉમટેલ ભાવિક ભકતો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:36 PM IST)