News of Thursday, 19th March 2026
વકીલોના ‘હમદર્દ-હમસફર' દિલીપ પટેલ ‘જાયન્ટ કિલર' સાબિત થયા
બાર કાઉન્સીલ ઑફ ગુજરાતમાં પ્રથમ પ્રૅફરન્સિયલ મતો મેળવી લોકપ્રિયતાના તમામ રૅકૉર્ડ તોડયા : કાલે સવારે ૧૦:૩૦ વાગે રવેચી હોટેલથી નવી કોર્ટ બિલ્ડીંગ સુધી ભવ્ય વિજય સરઘસ : વકીલો સાફા સાથે જોડાશે : આતશબાજી, ડીજેની જમાવટ જામશે

રાજકોટ : શહેરના વકીલોના લોકપ્રિય નેતા અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ-અધ્યક્ષ દિલીપભાઇ પટેલ ફરી એકવાર પોતાની લોકચાહના સાબિત કરવામાં સફળ રહ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં તેમણે ભવ્ય વિજય મેળવીને ‘જાયન્ટ કિલર' તરીકેનું બિરુદ સાર્થક કર્યું છે. ગુજરાતના વકીલોના પ્રશ્નો માટે હંમેશા અડગ રહેનાર દિલીપભાઇ પટેલને સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલોએ ફરીથી વિજેતા બનાવી તેમના પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં પ્રેફરન્સિયલ (પ્રથમ પસંદગીના) મતમાં હંમેશા મોખરે રહેતા દિલીપભાઇ પટેલે (મો. ૯૩૭૪૧૦૪૪૪૧) આ વખતે પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તેમની આ જીત પાછળ રાજકોટના તમામ વકીલ સંગઠનો અને મહિલા એડવોકેટ્સનો સિંહફાળો રહ્યો છે.
દિલીપભાઇ પટેલના આ ઐતિહાસિક વિજયને વધાવવા માટે આવતીકાલે સવારે ૧૦:૩૦ વાગ્યે ‘રવેચી હોટેલ'થી નવી કોર્ટ બિલ્ડીંગ સુધી એક વિશાળ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું છે. વકીલો સાફા સાથે આ વિજય સરઘસમાં જોડાશે. ડીજે અને આતશબાજીનું પણ આયોજન થયું છે.
રાજકોટ બાર એસોસીએશના પ્રમુખ સુમિતભાઇ વોરા, પુર્વ પ્રમુખ પરેશભાઇ મારુ, રેવન્યુ બારના પ્રમુખ રમેશભાઇ કથીરીયા, વિજયભાઇ તોગડીયા, પંકજભાઇ દોંગા, રજનીભાઇ ગજેરા, પરેશભાઇ પાદરીયા તથા રાજકોટ બારના સેક્રેટરી નિલેષભાઇ પટેલ, જયેન્દ્રભાઇ ગોંડલીયા, સંજયભાઇ ડાંગર, કિશનભાઇ વાલવા, અજયભાઇ પીપળીયા, અશ્વિનભાઇ રામાણી, હસમુખભાઇ સાગઠીયા, તુષારભાઇ દવે, નિકુંજભાઇ શુકલા, સ્તવનભાઇ મહેતા સહિતનાએ દિલીપભાઇપટેલને પ્રથમ ક્રમાંકે જીતાડવા તનતોડ મહેનત કરેલ હતી.
નોટરી બાર એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, યોગેશભાઇ ઉદાણી, હેમાંગભાઇ જાની, હાર્દિકભાઇ મહેતા, હસમુખભાઇ જોશી, વિજયભાઇ દવે, કે.સી. ભટ્ટ, રાજભા ગોહિલ, ધીરૂભા પરમાર, સત્યમભાઇ ચાંગેલા, ધર્મેશભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, નિશાબેન લુણાગરિયા, સુરેશભાઇ સાવલિયા, જે.પી. ફુલારા, હિરેનભાઇ ગજ્જર, હિમાલયભાઇ મીઠાણી, ધર્મેશભાઇ જરીયા, મુકેશભાઇ જરીયા, પ્રકાશભાઇ લાઠીંગા, હરેશભાઇ ત્રાંડા, ધવલભાઇ વિરડીયા, ગૌતમભાઇ કોઠીયા, તુષારભાઇ સખીયા, હસમુખભાઇ તળપદા, અશ્વિનભાઇ રામાવત, કે.સી. ભટ્ટ, જે.જી. ચૌહાણ, કેતનભાઇ દવે, મનીષભાઇ ત્રિવેદી, નિલેશભાઇ અગ્રાવત વિગેરે સહિતના તમામ રાજકોટના નોટરીઓ એક જૂથ થઇ અને પ્રચારની કમાન સંભાળી અને વકીલોની ઓફિસે જઇ દિલીપ પટેલને મત આપવા અપીલ કરેલ હતી.
રાજકોટના મહિલા ધારાસભ્યો પણ ભાઈઓના કદમે ચાલી રાજકોટના મહિલા બારના પ્રમુખ નયનાબેન ચૌહાણ, સ્મિતાબેન અત્રિ, બિનલબેન રવેશીયા, મહેશ્વરીબેન ચૌહાણ, રશ્મિબેન પટેલ, રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિ માકડીયા, મીનલબેન સોનપાલ, નિશાબેન લૂણાગરિયા, પ્રતીક્ષા પાઘડાળ, રાજવી દોગા, અલ્પા પેઢડીયા, કાલજ કથીરીયા, પુનિતા વેકરીયા, કાજલ ગજેરા, લક્ષ્મીબેન જાદવ, દક્ષાબેન બોખાણી, ઉરમીલા પરમાર, અંજુબેન ચૌહાણ, ભૂમિ મહેતા, કાજલ ખાસમણી, શિવાનીબેન પ્રજાપતિ, દેવુબેન બાંભવા, સીમાબેન, ખુશી પટેલ, સોનલ, પલક પટેલ, વૈશાલી ચાવડા, દર્શનાબેન નાયર, એકતા જોશી, ધારા મૂળશા, અનિતા રાજવંશી, હેતલબેન અપારનાથી, ઈશા કણજારીયા, સહિતના ૧૫૦ મહિલા બાર એસોસિએશનના બહેનોએ રાજકોટ બારનું નાક એવા દીલીપ પટેલને જીતાડવા કમર કસેલી હતી અને તમામ મહીલા ધારા શાષાીની મિટિંગમાં દિલીપ પટેલને જીતાડવાનો હુંકાર કરેલો હતો
રાજકોટના જાણીતા ધારા શાષાી જયદેવ શુક્લા, રાજુ ફળદુ વિશાલ ગોસાઈ, બીમલ જાની, તુષાર ગોકાણી, કપિલ શુક્લા, વિમલ ડાંગર, જગદીશ ચાંગેલા, હસમુખ ગોહિલ, હિમાલય મીઠાણી, ચીમન રામાણી, પી.એચ. પનાર, ભાવિક આંબલીયા, પરેશ લીલા, અભિષેક ગઢીયા, મનુભાઈ પટેલ, નૈમિશ પટેલ, અલ્પેશ પટેલ, ભાવેશ બાંભવા, આર. યુ. પટેલ, સી એમ પટેલ, આર.કે પટેલ, કિશન મીઠાપરા, બલરામ પંડિત, મોતીભાઈ ભરવાડ, અશ્વિન રામાવત, રાજન જોલાપરા, જીગ્નેશ ગજેરા, કલ્પેશ નસીત, નૈમીષ જોષી, મનીષ ત્રિવેદી, યશ રાદડિયા, હિરેન રૈયાણી, રક્ષિત રૈયાણી, લલિત શંખાવડા અનિલ કાકડીયા, રાકેશ કોઠીયા, ભાજ્ઞેશ ખુંટ, નરેશ પરસાણા, જે.સી. પરસાણા, વિપુલ પટેલ, રાજેશ નસીત, ધવલ સુદાણી, રીધમ કાલાવડીયા વિગેરે સહિતના તમામ એડવોકેટોએ બાર કાઉન્સીલના ઉમેદવાર દીલીપ ભાઈ પટેલના સમર્થનમાં તમામ ઓફિસમાં રૂબરૂ જઈ ડોર ટુ ડોર પ્રચાર કરી જિતાડવા માટે મહેનત કરી કરેલ હતી.
રાજકોટ ક્લેઈમ બાર એસોસિયેશનના પ્રમુખ ગોપાલ ત્રિવેદી, રાજેશ મહેતા, સમીર ખીરા, ગૌરાંગ ગોકાણી, સુનિલ વાઢેર, મનીષ દવે, જે. જે. ત્રિવેદી, પંકજ સોઢા, કે. જે. ત્રિવેદી, સુનીલ મોઢા, મકશુદ પરમાર, પી.આર. દેસાઈ, એસ.ટી. જાડેજા, ભાવેશ પરમાર, એ. જી. મોદન, ધર્મિષ્ઠાબેન જોશી, કપિલ શુક્લા, જી.આર પ્રજાપતિ, અજય ચંદાણી, રુદ્ર ભટ્ટ, એ. યુ. બાદી, કલ્પેશ વાઘેલા, શ્યામ ગોહિલ, રાજેન્દ્ર દોરી, સુરૈયાભાઈ, વિપુલ કક્કર, કે એલ વ્યાસ, સારંગ ભટ્ટી વિગેરે સહિતના ક્લેઇમ બારના તમામ વકીલોએ ક્લેઇમ બારમાં મીટીંગ કરી અને દીલીપભાઈ પટેલ તરફે બાર કાઉન્સીલ ના ઉમેદવારને મતદાન કરવાનો નિર્ધાર કરેલ હતો.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી દિલીપભાઇ પટેલ તેમજ સુમિત વોરા, પરેશ મારુ, નિમેષભાઇ પટેલ, કેતન મંડ, પ્રકાશસિંહ ગોહિલ, સંજય ડાંગર, વિજય રૈયાણી, મિનલ સોનપાલ, નિતા લુણાગરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:47 PM IST)










