<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

રામોત્‍સવ રથયાત્રા સમિતિના સુકાનીઓની વરણીઃ કોૈશિક સરધારા પ્રમુખ, સુજિત ઉદાણી ઉપપ્રમુખ

શતાબ્‍દિયા બીત ગઇ, રામ ભકિત ચારો ઓર ફૈલ ગઇ, રામનવમી કી ઘડી આ ગઇ વિશ્વ હિન્‍દ પરિષદ અને રાધેશ્‍યામ ગોૈશાળા દ્વારા રામનવમીએ દર્શનીય શોભાયાત્રા

રાજકોટ, તા.૧૯: રાધેશ્‍યામ ગૌશાળા તથા વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત ‘‘રામોત્‍સવ રથયાત્રા સમિતિ - ૨૦૨૬'' ના અધ્‍યક્ષ તરીકે કૌષિકભાઇ સરધારા અને ઉપાધ્‍યક્ષ તરીકે સુજીતભાઇ ઉદાણીની નિમણુક કરવામા આવી છે. ધર્મયાત્રા અધ્‍યક્ષ તરીકે દિપકભાઇ બાબરીયા ની નિમણુક થઇ છે.

પ્રભુ શ્રી રામ દરેક માનવ માત્ર માટે અદર્શ છે. પ્રભુ શ્રી રામના જીવન ચરીત્ર મા વર્તમાન સમયના દરેક પ્રશ્નોનો ઉકેલ  છે. આજ દરેક સનાતનીઓના マદયમાં રામલલ્લા બિરાજમાન હોવા ઉપરાંત દરેકના મનમા રામ રાજ્‍ય ની કલ્‍પના અને પ્રબળ ઇચ્‍છા પણ હોય છે. ગોસ્‍વામી તુલસિદાસ કથીત રામચરિતમાનસમા રામ રાજ્‍યનુ અતિ સુંદર વર્ણન કરવામા આવ્‍યુ છે.

 સર્વશ્રી  માવજીભાઈ ડોડીયા, નરેન્‍દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, ભુપતભાઇ ગોવાણી, વનરાજભાઈ ગરૈયા, અશોકસિંહ ડોડીયા, પ્રફુલભાઇ નડિયાપરા, પ્રકાશભાઇ પનારા, રાજાભાઇ (વાવડી), ગૌતમભાઇ ધમસાણીયા, વિનુભાઇ ટિલાવત, ક્રુણાલભાઇ વ્‍યાસ, વિજયભાઇ વાંક વગેરેના માર્ગદર્શન અને પ્રેરણા તથા ધર્માધ્‍યક્ષ મહંત શ્રી રાધેશ્‍યામ બાપુ ના આશિર્વાદથી તથા સમાજના દરેક વર્ગના લોકોને તથા સમસ્‍ત સનાતની સમાજને એક અને સમરસ કરવાના હેતુથી રામોત્‍સવ રથાયત્રા સમીતી દ્વારાસર્વાનુમતે કૌશીકભાઇ સરધારાને સમીતીના અધ્‍યક્ષ, સુજીતભાઇ ઉદાણીને ઉપાધ્‍યક્ષ તથા દિપકભાઇ બાબરીયાને ધર્મયાત્રાના અધ્‍યક્ષ તરીકે નિમણુક કરવામા આવિ હતી. તેમ વિશ્વ હિન્‍દુ પરિષદ રાજકોટ વિભાગના સહ મંત્રી શ્રી પરેશભાઇ રૂપારેલિયાએ જણાવ્‍યુ હતુ.

કૌશિકભાઇ ખુબજ ઉત્‍સાહી, સેવાભાવી અને ધર્મનિષ્ઠ વ્‍યક્‍તી છે. તેઓ તેઓ હિંદુ સનાતન પરમ્‍પરા અનુસાર થતા દરેક ધાર્મીક, સામાજિક અને સંસ્‍ક્રુતીક કાર્યક્રમો મા તન, મન, ધન થી સેવા આપવા હમેશને માટે તત્‍પર હોય છે.

તેઓ વિશ્વ હિંદુ પરિષદમા રાજકોટ પヘમિ જિલ્લા મા જીલ્લાના મંદીર  પુરોહીત સમ્‍પર્ક પ્રમુખ તરીકેની જવાબદારી પણ કુશળતા પુર્વક નિભાવી રહ્યા છે.  કૌશિકભાઇ જેઆ ેપ્રમુખ બિલ્‍ડર્સ નાસંચાલક છે તેઓ અનેક સેવાકિય, સામાજીક તથા ધાર્મીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.

સુજીતભાઇ ઉદાણી  સેવાભાવિ અને કર્મ નિષ્ઠ વ્‍યક્‍તીત્‍વ ધરાવે છે. સમાજ સેવા અને રાષ્‍ટ્ર હિતના કાર્યોમા હમેશા અગ્રેસર રહે છે.

તેઓ વ્‍યવસાયે બિલ્‍ડર છે. તેઓ રાજકોટ બિલ્‍ડર એસોસીયેશનના મંત્રી ઉપરાંત ગુજરાત બિલ્‍ડર એસોસીયેશનના ઉપાધ્‍યક્ષ પદે પણ જવાબદારી નિભાવે છે. જૈનમ સંસ્‍થાન, બોલબાલા ટ્રસ્‍ટ, ગિરગંગા ટ્રસ્‍ટ જેવી અનેક સંસ્‍થાઓ સાથે વર્ષો થી જોડાયેલા હોવા ઉપરાંત તમામ પ્રકારની સેવાકિ પ્રવૃતીઓમા સક્રીય રહે છે.  તેમ યાદીમાં જણાવાયુ છે.

દિપકભાઇ બાબરીયા પોતે કોળી સમાજના અગ્રણી છે. તેઓ અનેક પ્રકારની ધાર્મીક અને સામાજીક પ્રવૃતિમા રચ્‍યા પચ્‍યા રહે છે.  દિપકભાઇ પ્રખર ગૌ ભક્‍ત  છે. 

આ વર્ષે રામનવમી નિમિતેની રામોત્‍સવ રથયાત્રાને અનેરી અને અનોખી બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદના અનેક કાર્યકર્તાઓ અને સ્‍વયમ્‍સેવકા મહેનત કરી રહ્યા છે. પહેલા કરતા કાઇક નવુ અને વિષેશ કરવાની ઇચ્‍છા ધરાવતા કાર્યકર્ત્તાઓ ની બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. જેમા હેનિલસિંહ પરમાર, મનિષભાઇ વડેરીયા, દિનેશભાઇ ચારણીયા, હર્ષ મુથ્રેજા, ધનરાજભાઇ રાઘાણી, રવિંદ્રભાઇ બડગુજર, લલીતભાઇ ગોહેલ, ધ્‍વનિતભાઇ સરવૈયા, જયદીપભાઇ વિસપરા, પ્રદીપભાઇ ચૌહાણ, ડો. રવીભાઇ પાટડીયા, જીતેંદ્રભાઇ વેગડા, ધર્મેશભાઇ ગોહેલ, અંકુરભાઇ, રાહુલભાઇ જાની, વિપુલભાઇ ગજ્જર, સંજયભાઇ ગઢવી,  કુલદીપભાઇ બારોટ ઉપરાંત મીતાબેન સોમૈયા, સોનલબેન ચારણીયા, મનિષાબેન પંડ્‍યા વગેરે જહેમત ઉઠાવિ રહ્યા છે.

(2:57 PM IST)