<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

બાર કાઉન્‍સીલમાં ચુંટાયેલા અમૃતા ભારદ્વાજને શુભેચ્‍છા પાઠવતા રેલ્‍વેના રાજેશ મહેતા અને શ્રીમતી હિના મહેતા

 

રાજકોટઃ તા.૬/૩/૨૦૨૬ના રોજ ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણી યોજાયેલ હતી. તેમાં એડવોકેટ અમૃતાબેન ભારદ્વાજ વિજેતા થઇ ગુજરાત બારના સભ્‍ય તરીકે પસંદ થયા છે.  રાજયસભાના પૂર્વ સભ્‍ય તથા સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મ સમાજના પૂર્વ સભ્‍ય, બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ સ્‍વ. અભયભાઇ ભારદ્વાજના  અમૃતાબેન ભારદ્વાજ સુપુત્રી છે. રેલ્‍વે યુનિયનના શ્રી રાજેશભાઇ વી. મહેતા તથા તેમના ધર્મપત્‍ની શ્રીમતિ હિનાબેન આર. મહેતા (નોટરી) એ બુકે આપી અને મ્‍હો મીઠુ કરાવી અભિનંદન આપી શુભેચ્‍છા વ્‍યકત કરી હતી. આ પ્રસંગે અલ્‍કાબેન ભારદ્વાજ, નિતીન ભારદ્વાજ તથા એડવોકેટ અંશ ભારદ્વાજ  હાજર રહયા હતા.(

(2:57 PM IST)