તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 19th March 2026
ધ્રુવ જોષીના જગન્નાથ પ્લોટના મકાનમાંથી એસઓજીએ વધુ રૂપિયા ૧૦.૩૬ લાખનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો
રાજકોટમાં પહેલી જ વખત ૨.૪૨ લાખના હાઇબ્રીડ ગાંજા સાથે પકડાયેલા શખ્સે રિમાન્ડમાં મોઢુ ખોલ્યું : મુળ મુંબઇનો આ શખ્સ પરિવારને છોડી વર્ષોથી રાજકોટમાં અલગ અલગ જગ્યાએ એકલો રહે છેઃ મુંબઇ-અમદાવાદ તરફથી ગાંજો લાવ્યાનું રટણઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુની ટીમને વધુ એક સફળતાઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં વિશેષ તપાસ : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૯: શહેર એસઓજીની ટીમે રાજકોટના ઇતિહાસમાં પહેલી જ વખત કાલાવડ રોડ જે. કે. ચોક પુષ્કરધામ મેઇન રોડ પર પટેલ રેસ્ટોરન્ટ પાસે બાતમીના આધારે વોચ રાખી એક શખ્સને રૂા. ૨,૪૨,૦૦૦ના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધો હતો. મુળ મુંબઇનો આ શખ્સ વર્ષોથી રાજકોટમાં રહે છે. અમદાવાદ તરફથી વેંચવા માટે લાવ્યાનું તે રટણ કરી રહ્યો હતો. આ શખ્સના રિમાન્ડ મેળવી વધુ પુછતાછ શરૂ કરવામાં આવતાં તેના જગન્નાથ પ્લોટના મકાનમાંથી વધુ રૂપિયા ૧૦.૩૬ લાખનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે. સામાન્ય રીતે વિદેશથી ખાસ કરીને થાઇલેન્ડ તરફથી આવતો આ ગાંજો આ શખ્સ મુંબઇ-અમદાવાદ તરફથી લાવ્યાનું રટણ કરતો હોઇ તપાસનો દોર તે તરફ આગળ વધશે.
જાણવા મળ્યા મુજબ શહેરમાં યુવાધન માદક પદાર્થના રવાડે ન ચડે અને આવા પદાર્થનું વેંચાણ-હેરાફેરી ન થાય તે માટે ‘સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, કોન્સ. હાર્દિકસિંહ પરમારને બાતમી મળતાં જે. કે. ચોક પુષ્કરધામ રોડ પર પટેલ પાન નજીકથી એક શખ્સને સકંજામાં લીધો હતો. તેની તલાશી લેતાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલ અધિકારી સમીર જોષીને જાણ કરતાં તેમણે આ પદાર્થ હાઇબ્રીડ ગાંજો હોવાનું સ્પષ્ટ કર્યુ હતું. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ ધ્રુવ સંજયભાઇ જોષી (ઉ.વ.૨૬-રહે. શિતલ પાર્ક-૨, શિવ શક્તિ સોસાયટી બ્લોક નં. ૯ રાજકોટ, મુળ સ્પ્રીંગ બિલ્ડીંગ, સંઘવી એસ-૩, ઇકોસીટી મીરા રોડ ઇસ્ટ મુંબઇ) જણાવ્યું હતું.
તેની પાસેથી એસઓજીએ રૂા. ૨,૪૨,૦૦૦નો ં.૩૮૦ ગ્રામ હાઇબ્રીડ ગાંજો, રોકડા રૂા. ૫૦૦, બે મોબાઇલ ફોન, આધાર કાર્ડ, કાળુ પાકીટ મળી કુલ ૩,૬૨,૮૮૦નો મુદ્દામાલ કબ્જે કરી ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. પ્રાથમિક પુછતાછમાં ધ્રુવ જોષીએ કબુલ્યું હતું કે પોતે વર્ષોથી રાજકોટ સ્થાયી થયો છે અને છુટક કામ કરે છે. પોતે આ હાઇબ્રીડ ગાંજો વેંચવા માટે અમદાવાદ તરફથી લાવ્યાનુ઼ રટણ કરે છે. સાચી વિગતો ઓકાવવા અને ગાંજો આપનાર સુધી પહોંચવા તેના રિમાન્ડ મેળવવાતી તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, મહિલા કોન્સ. મોનાબેન બુસા, ડ્રા. કોન્સ. મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.
(3:16 PM IST)










