<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

કાલે શ્રી ઝુલેલાલ જન્‍મોત્‍સવઃ જંકશન પ્‍લોટ ખાતે પંચામૃત અભિષેક, સંગીત સંધ્‍યા, સન્‍માન, મહાપ્રસાદ

સિંધી સમાજના ભાઈ-બહેનો પોતાના રોજગાર બંધ રાખી દર્શન, મહાઆરતી, મહાપ્રસાદનો લાભ લેશે

રાજકોટઃ શહેરના જંકશન પ્‍લોટ વિસ્‍તારમાં આવતીકાલે તા.૨૦ શુક્રવારના રોજ સીંધી સમાજના ઇષ્‍ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ સાંઇના જન્‍મોત્‍સવ ‘‘ચેટીચંડ્ર''ની પરંપરાગત અને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવશે. શ્રી સિંધી સમાજ સેવા સીમતી અને સીંધુવંશી ગ્રુપ દ્વારા સતત ૪૭ વર્ષ આ ભવ્‍ય મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે.

ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે ૪ કલાકે શ્રી ઝુલેલાલ સાંઈની પંચામૃત અભિષેક અને ત્‍યારબાદ સંતગણ તેમજ ટ્રસ્‍ટીઓ દ્વારા મહાઆરી સાંજે ૬:૩૦ કલાકે બહેરાણા સાહેબ જ્‍યોત દર્શન, રાસ-ગરબા, આતિશબાજીના કાર્યક્રમો પણ યોજાએલ છે.

સીંધી સમાજના ભાઈઓ-બહેનો પોતાના ધંધા-રોજગાર બંધ રાખી સહપરિવાર દર્શન અને મહાપ્રસાદનો લાભ લેશે.

આયોજનમાં સેવા સમિતીના ચેરમેન દિલીપભાઈ આસવાણી, અજીતભાઈ અહુજા, ઠાકુરભાઈ ખાનચંદાણી, હિંમતભાઈ ક્રિષ્‍નાણી, નિલેશભાઈ પરચાણી, સુનીલ બ્રિજલાણી, હાસાનંદ મામતાણી, ભાવનભાઈ વનવાણી, રાધા-કીશન આહુજા, ચંદ્રકાન્‍તભાઈ અહુજા, અશોકભાઈ તુલસીયાણી, પવનભાઈ લાખાણી, મયુરભાઈ આસવાણી, કિશનભાઈ આસવાણી, જેઠુભાઈ લાલવાણી, રાજુભાઈ આહુજા, ગુરપ્રીતસિંગ, મોહનભાઈ ચૌધરી, રાકેશભાઈ ચાંદ્રા, પ્રકાશભાઈ લોકવાણી, હીતેષભાઈ મોટવાણી, કમલેશભાઈ બજાજ, ટીંકુભાઈ ને઼ભાણી, દુર્ગેશભાઈ ધનકાણી જોડાયા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:03 PM IST)