News of Thursday, 19th March 2026
શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા દ્વારા બહેનો માટે યોજાયો ‘ધ કેરાલા સ્ટોરીઝ-૨'નો નિઃશુલ્ક ફિલ્મ શો

રાજકોટ : શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) દ્વારા સમાજોપયોગી કાર્યક્રમો દ્વારા થઇ રહ્યા છે. જેના ભાગરૂપે યુવા બહેનો માટે ‘ધ કેરાલા સ્ટોરીઝ-ર' ફિલ્મનો નિઃુશલ્ક શો ગોઠવવામાં આવ્યો હતો. હિન્દુ સમાજની યુવતીઓ તેમજ મહિલાઓમાં સામાજીક જાગળત્તિ લાવવા માટે આ ખાસ સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આપણાં સમાજના યુવાન મહિલાઓ અને માતાઓ બંને માટે એક મહત્વપૂર્ણ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મ શોના આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ હિન્દુ જાગરણ મંચના મંગેશભાઈ, વિક્રમસિંહ પરમાર અને રશ્મિબેન પટેલે જહેમત ઉઠાવી હતી. અન્ય ભાજપ હોદ્દેદારોમાં શહેર ભાજપ મંત્રી કિશન ટીલવા, શહેરના કારોબારી સભ્ય યોગરાજસિંહ જાડેજા, વોર્ડ નં.૧૨ ના પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, વોર્ડ પ્રમુખ જયેશકુમાર પંડયા, શિક્ષણ સમિતિના સભ્ય મનસુખભાઈ વેકરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(3:16 PM IST)










