તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Thursday, 19th March 2026
રાજકોટ ચેમ્બર દ્વારા આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૪૩B(h) હેઠળ ૪૫
દિવસની પેમેન્ટ ચુકવણી નિયમમાંથી MSME સેક્ટરને તાત્કાલીક મુકિત રજુઆત

રાજકોટ, તા.૧૯: વર્તમાન જીઓપોલીટકલ તણાવ અને યુધ્ધની પરિસ્થિતીને કારણે આંતર રાષ્ટ્રિય સ્તરે શિપીગ અને લોજીસ્ટીક્સ વ્યવસ્થાઓ ઉપર ગંભીર પ્રભાવો પડયા છે. જેના કારણે MSME સેક્ટર અને નિકાસકારો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેથી લોજીસ્ટીક્સ વ્યવસ્થા લગભગ ખોરવાઈ ગઈ છે અને નિકાસકારોમાં આર્થિક અનિશ્ચિતતા વધી છે. હજારો કન્ટેઈનરો માર્ગ બદલવા માટે મજબુર થયા છે તેમજ પોર્ટ ઉપર અટવાઈ ગયા છે. જેના કારણે ભારે વિલંબ અને ખાસ તો નાશવંત માલને નુકશાન થવાની શકયતા વધી છે.
વધુમાં મધ્યપુર્વના દેશો જેમ કે, દુબઈ, કુવૈત અને ઈરાક તરફના નિકાસમાં ભારે વિક્ષેપ સર્જાયો છે. ગલ્ફ ઓફ હોર્મુઝની ખાડી બંધ રહેવાના કારણે અનેક શિપમેન્ટો અટવાઈ ગયા છે. લોજીસ્ટીકસ ખર્ચમાં ૩ થી ૫ ગણો વધારો થયો છે. જેથી રોકડ પ્રવાહમાં વિક્ષેપ, ચુકવણીમાં વિલંબ, વધતા સ્ટોક ખર્ચ અને વર્કિંગ કેપિટલ ૫૨ ભારે દબાણ સર્જાયું છે. આ ઉપરાંત બેન્ક ફાઈનાન્સીંગમાં ઘટાડો, વધતી આર્થિક દંડની શકયતાઓ અને અન્ય અનેક નાણાંકીય પડકારોની સાથે ઓછા નફાવાળા નિકાસ આધારીત MSME સેકટર અને નિકાસકારોને મુશ્કેલીઓમાં મુકી રહ્યા છે અને પરિસ્થિતી અત્યંત ગંભીર બની છે.
આમ હાલની વૈશ્વીક પરિસ્થિતીને ધ્યાનમાં લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિતારામનજી અને પીએમઓ ઓફિસને આવકવેરા અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૪૩B(h) હેઠળની ૪૫ દિવસની પેમેન્ટ ચુકવણીના નિયમમાંથી MSME સેક્ટરને તાત્કાલીક મુકિત આપવા રજુઆત કરવામાં આવી છે. તેમજ જો મુક્તિ આપી ન શકાય તેમ હોય તો પેમેન્ટ ચુકવણીનો સમયગાળો ૧૨૦ દિવસ સુધી વધારી આપવો જેથી MSME સેકટરને વર્તમાન ગંભીર પરિસ્થિતીમાં થોડી રાહત મળશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
(4:04 PM IST)










