News of Thursday, 19th March 2026
શ્રી રઘુવંશી પેન્શનર્સ એસોસીએશન દ્વારા સોમવારે ‘સંગીતના સથવારે' કાર્યક્રમ
સંસ્થાના ગાયકો ગીતો રજુ કરશે, સભ્ય નોંધણી કાર્ય ચાલુ

રાજકોટ : શહેરમાં ૧પ વર્ષથી કાર્યરત શ્રી રઘુવંશી પેન્શનર્સ એસોસીએશન દ્વારા આગામી તા. ર૩ સોમવારે સાંજે ૬ કલાકે સાધુ વાસવાણી, શાક માર્કેટની બાજુમાં આંગન ફલેટસની સામે, ચાલુ નાણાંકીય વર્ષનો અંતિમ કાર્યક્રમ યોજાશે.
સંગીતના કાર્યક્રમમાં મયુરભાઇ કારીયા, સુભાષભાઇ ઝાલા, અર્ચનાબેન ઠક્કર તેમજ સંસ્થાના ગાયકો પોતાના સુરીલા કંઠેથી પ્રસ્તુતી રજુ કરશે.
શ્રી રઘુવંશી પેન્શનર્સ એસોસીએશનના વર્ષ ર૦ર૬-ર૭ ના સભ્ય નોંધણીનું કાર્ય ચાલુ થયેલ છે. રાજય સરકાર, ભારત સરકાર, બોર્ડ, નિગમ, વીમા કંપની, રાષ્ટ્રીયકૃત બેન્ક, અર્ધસરકારી બેન્કના નિવૃત કર્મચારી, અધિકારી કે જેઓ પેન્શન મેળવે છે. તેઓ સભ્ય બની શકે છે. તેમ યાદીમાં જણાવાયું છે.
વિશેષ જાણકારી માટે પ્રમુખ અજયભાઇ સંઘાણી (મો. ૯૬૦૧ર૭પ૭૭૩), ઉપપ્રમુખ રાજેશભાઇ પુજારા (મો. ૯૮૯૮૦૦૪ર૪૦), પીયુષભાઇ હિંડોચા (મો. ૯૪ર૮૪૬પ૯૮૭) પર સંપર્ક કરી શકાય છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ અજયભાઇ સંઘાણી, રાજેશભાઇ પુજારા, અતુલભાઇ ખાલપાડા, પીયુષભાઇ હિડોચા, ભરતભાઇ દ્રોણ, જયેન્દ્રભાઇ બદીયાણી જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં અજયભાઇ સંઘાણી, પિયુષભાઇ હિંડોચા, જયેન્દ્રભાઇ બદીયાણી, ભરતભાઇ દ્રોણ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:33 PM IST)










