<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

કાર ભાડેથી લઇ જઇ ઠગાઇ કરતાં સમીર ઉર્ફે ભાણાને પાસામાં ધકેલાયો

ડીસીબીએ વોરન્‍ટ બજવણી કરી જામનગર જેલમાં મોકલ્‍યો

રાજકોટ તા. ૧૯: અલગ અલગ ગુનાઓમાં સામેલ વધુ એક શખ્‍સને પોલીસ કમિશનરે પાસામાં ધકેલી દીધો છે. નારાયણનગર મેઇન રોડ ઢેબર કોલોની બાબા પાનની બાજુમાં રહેતાં સમીર ઉર્ફે ભાણો રહીમભાઇ જામ (ઉ.વ.૨૩)ને પાસા તળે જામનગર જેલહવાલે કરાયો છે.

પોલીસના કહેવા મુજબ સમીર ઉર્ફે ભાણા વિરૂધ્‍ધ સેલ્‍ફમાં કાર ભાડેથી લઇ જઇ બાદમાં બારોબાર કાર સસ્‍તા ભાવે વેંચી દેવાના તેમજ માદક પદાર્થ સહિતના ગુનાઓ નોંધાયા હતાં. યુનિવર્સિટી પોલીસમાં ત્રણ ગુના, એ-ડિવીઝનમાં એક, માલવીયાનગરમાં એક અને અમદાવાદમાં બે ગુના સહિતના છ ગુનામાં તે સામેલ હતો. તેને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી ચૈતન્‍ય મંડલીકની રાહબરીમાં તૈયાર કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરતાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડી. પી. ઝાલા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, દિપકભાઇ ડાંગર, મનિષભાઇ ચાવડા, કોન્‍સ. કલ્‍પેશભાઇ ચાવડા, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્‍ટ બજવણી કરી હતી. 

(4:06 PM IST)