News of Thursday, 19th March 2026
સંગઠનલક્ષી કામગીરી અને શૈક્ષણિક લાયકાતને પ્રાધાન્ય આપી ભાજપ દ્વારા રઘુવંશી સમાજના સક્રિય યુવા ચહેરાઓને મહત્વની જવાબદારી સોંપાઈ
યુવા મોરચામાં નવા લોહીનો સંચારઃ જયભારત ધામેચા-હીરલબેન કટારીયા ઉપપ્રમુખ, કિશન ઉનડકટ કારોબારી સભ્ય બન્યા

રાજકોટઃ શહેર ભાજપ યુવા મોરચામાં નવી જવાબદારી મળ્યાબાદ રઘુવંશી સમાજના ત્રણેય નવયુકત હોદેદારો-એડવોકેટ જયભારત ધામેચા (ઉપપ્રમુખ), હિરલબેન કટારીયા (ઉપપ્રમુખ ) અને કિશન ઉનડકટ (કારોબારી સભ્ય) ‘અકિલા'પરિવારના મોભી અને જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લીધા હતા. આ તકે તેમની સાથે રઘુવંશી યુવા શકિત સંઘ (RYSS) ના પ્રદેશ પ્રમુખ ધવલ કાછેલા (કે.ડી.રઘુવંશી) તેમજ હીરલબેનના પતિ અને જાણીતા વ્યવસાયી મૌલિનભાઇ કટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા, શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તમામ યુવા અગ્રણીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને જાહેર જીવનમાં સેવાકીય કાર્યો દ્વારા રઘુવંશી સમાજ તથા સંગઠનનું નામ રોશન કરવા માટે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ત્રણેય લોહાણા અગ્રણીઓનો પરિચય આ મુજબ છે.
જયભારત ધામેચા
રાજકોટ શહેર ભાજપ દ્વારા સંગઠનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ યુવા મોર્ચાના ઉપપ્રમુખ તરીકે જાણીતા યુવા ધારાશાષાી જયભારત રમેશકુમાર ધામેચાની નિમણૂક કરવામાં આવી છે. પક્ષ પ્રત્યેની તેમની લાંબા સમયની નિષ્ઠા અને સંગઠનલક્ષી કાર્યશૈલીને ધ્યાને રાખીને આ જવાબદારી સોંપવામાં આવી છે. જયભારત ધામેચા શૈક્ષણિક રીતે બીબીએ, એલએલબીની પદવી ધરાવે છે અને હાલ એલએલએમ ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.
વ્યાવસાયિક રીતે તેઓ રાજકોટ રેવન્યુ, સિવિલ અને ક્રિમિનલ ક્ષેત્રે સફળ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૧૫ થી વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા છે, જેમાં તેઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં મારવાડી યુનિવર્સિટી ખાતે નોંધપાત્ર કામગીરી કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૧ માં તેઓએ રાજકોટ વોર્ડ નંબર ૧૦ યુવા મોર્ચાના મહામંત્રી તરીકે સંગઠનને મજબૂત બનાવ્યું હતું, તેમજ વોર્ડ નંબર ૧૦ ના બુથ નંબર ૧૬૩ માં સહપ્રઈનચાર્જ તરીકે પાયાની જવાબદારી નિભાવી ચુકયા છે.
વ્યવસાય અને રાજકારણની સાથે તેઓ સામાજિક અને સેવાકીય ક્ષેત્રે પણ ખૂબ સક્રિય છે. તેઓ રાજકોટ લોહાણા મહાજન ના સભ્ય છે. આ ઉપરાંત, રઘુવંશી યુવા શક્તિ સંઘ સહિતની અનેક સામાજિક, સેવાકીય અને જીવદયા સંસ્થાઓ માં તેઓ ‘કાનૂની સલાહકાર' (Legal Advisor) તરીકે નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે. તેમની આ નિમણૂકથી રઘુવંશી સમાજ, વકીલ આલમ અને યુવા કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
પોતાની આ વરણી બદલ જયભારત ધામેચાએ ભાજપના શીર્ષ નેતળત્વ અને રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પક્ષે મૂકેલા આ ભરોસાને તેઓ સખત પરિશ્રમ દ્વારા સાર્થક કરશે. આગામી દિવસોમાં યુવા મોર્ચાના માધ્યમથી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને પક્ષની વિચારધારાને જનપ્રજન સુધી પહોંચાડવા તેઓ કટિબદ્ધ રહેશે. જયભારત ધામેચા (૯૦૩૩૭૧૧૧૧૮, ૯૭૧૮૨ ૧૧૧૧૧)
હિરલબેન કટારીયા
રઘુવંશી સમાજના અગ્રણી અને સક્રિય મહિલા કાર્યકર હીરલબેન મૌલીનભાઈ કટારીયાની રાજકોટ શહેર ભાજપ યુવા મોર્ચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હીરલબેન કટારીયા લાંબા સમયથી પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે અને સંગઠનમાં પાયાના સ્તરે કાર્યરત છે. તેઓએ અગાઉ રાજકોટ વોર્ડ નંબર ૯ માં ભાજપ મહિલા મોરચામાં કારોબારી સભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી છે. તેમની આ સક્રિયતા અને સંગઠન પ્રત્યેની સમર્પણ ભાવનાને ધ્યાને રાખીને પક્ષ દ્વારા હવે તેમને શહેર કક્ષાએ યુવા મોર્ચામાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હીરલબેનના પતિ મૌલીનભાઈ કટારીયા રાજકોટ માર્કેટિંગ યાર્ડના જાણીતા વ્યવસાયી છે અને ત્યાં ‘શ્રી રાઘવ ઇન્ડસ્ટ્રીઝ' તથા ‘વીરૂ ટ્રેડર્સ' નામની પેઢીઓ ધરાવે છે. કટારીયા પરિવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમજ રઘુવંશી સમાજની સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓમાં તન, મન અને ધનથી સતત સક્રિય રહી સેવાઓ આપી રહ્યો છે.
પોતાની આ વરણી બદલ હીરલબેન કટારીયાએ ભાજપના શીર્ષ નેતળત્વ અને રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષે તેમના પર જે વિશ્વાસ મૂકયો છે તેને સાર્થક કરી આગામી સમયમાં યુવા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા તેઓ કટિબદ્ધ રહેશે. તેમની આ નિમણૂકને રઘુવંશી સમાજ અને વોર્ડ નંબર ૯ ના કાર્યકરોએ આવકારી અભિનંદન પાઠવ્યા છે. હીરલબેન કટારીયા (૭૯૯૦૦ ૩૪૨૧૮)
કિશન ઉનડકટ
રઘુવંશી સમાજના યુવા અગ્રણી કિશન રજનીકાંતભાઈ ઉનડકટની રાજકોટ શહેર ભાજપ યુવા મોર્ચાના કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. માત્ર ૨૫ વર્ષની યુવાન વયે તેઓ સામાજિક અને માનવ અધિકાર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેઓ હાલ જવાબદારી સંભાળી રહ્યા છે અને સમાજ ઉત્થાનની પ્રવળત્તિઓમાં સતત કાર્યરત છે.
આ ઉપરાંત, તેઓ ઇન્ડીયન હ્યુમન રાઇટ્સ એસોસિએશનમાં રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. સામાજિક જવાબદારીની સાથે સાથે તેઓ લોક પ્રશ્નો વાચા આપવા માટે જાણીતા છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, કિશનભાઇએ વર્ષ ૨૦૨૨ માં મારવાડી યુનિવર્સિટી ખાતેથી બેચલર ઓફ ફાર્મસી નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વ્યવસાયિક રીતે તેઓ મેડિકલ અને ફાર્મસી લાઇન સાથે સંકળાયેલા છે અને ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
અભ્યાસકાળથી જ સંગઠનલક્ષી વિચારધારા ધરાવતા કિશન ઉનડકટ હવે ભાજપ યુવા મોર્ચાના માધ્યમથી રાજકીય ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવશે. પોતાની આ નિયુક્તિ બદલ કિશન ઉનડકટે ભાજપના શીર્ષ નેતળત્વ અને રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓનો આભાર માન્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, પક્ષ દ્વારા સોંપવામાં આવેલી આ જવાબદારી તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે અને આગામી દિવસોમાં યુવા સંગઠનને વધુ મજબૂત બનાવી સરકારની યોજનાઓને છેવાડાના યુવાનો સુધી પહોંચાડવા માટે કાર્યરત રહેશે. કિશન ઉનડકટ(૮૮૬૬૧ ૮૮૮૨૦) (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:37 PM IST)










