News of Thursday, 19th March 2026
રાજકોટમાં વાતાવરણમાં પલટોઃ બપોરે આકાશ વાદળોથી ઘેરાયું, કાળઝાળ ગરમીમાંથી રાહત
બપોરે ૨:૩૦ વાગ્યે સૂર્યનારાયણ વાદળો પાછળ છુપાયાઃ તાપમાનનો પારો ગગડીને ૩૫ ડિગ્રી પર પહોંચ્યો

રાજકોટ , તા. ૧૯ : છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. ત્યારે આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવતા ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સવારથી તડકો હતો પરંતુ બપોરના સમયે પવનની દિશા બદલાતા અને વાદળછાયું વાતાવરણ સર્જાતા તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર થયું હતું. અચાનક આવેલા આ ફેરફારને કારણે રસ્તાઓ પર અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. હિલ સ્ટેશન જેવો માહોલ જામ્યો છે.
(4:04 PM IST)










