<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

જય ઝુલેલાલ

સિંધી સમાજના ઇષ્‍ટદેવ  શ્રી ઝુલેલાલ સાંઇની આજે જન્‍મજયંતિ છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં સિંધી સમાજ દ્વારા ઉજવણી થઇ રહી છે. આ પર્વને ચેટી ચંદ મહોત્‍સવથી પણ ઓળખવામાં આવે છે. મહાઆરતી, બહેરાણા સાહેબ જયોત દર્શન, રાસ ગરબા અને આતશબાજી સહિતના કાર્યક્રમો આયોજીત થયા છે. સિંધી ભાઇ બહેનો ધંધા રોજગાર બંધ રાખી ઝુલેલાલ જન્‍મોતસવમાં સામેલ થયા હતા. રાજકોટમાં ભગવાન ઝુલેલાલના મંદિરોને અનેરા શણગાર સાથે આરતી-પૂજનના કાર્યક્રમો આયોજીત થયા છે. તસ્‍વીરમાં પૂજન-દર્શનનો લાભ લેતા ભાવિકજનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા) 

(11:31 AM IST)