News of Friday, 20th March 2026
રાજકોટમાં કુદરતનો કરિશ્મા : ગત સાંજે કરા સાથે ‘મિની વાવાઝોડું' અને સવારે લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રીએ પહોંચ્યું
ભરઉનાળે અષાઢી માહોલ : ધોધમાર વરસાદ અને પવનથી અનેક વળક્ષો ધરાશાયી, માર્ગો પર પાણી ભરાયા; વાતાવરણમાં પ્રસરી ઠંડક

રાજકોટ : શહેરમાં ગઈકાલે સાંજે કુદરતે અનોખો મિજાજ બતાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન સાથે કરાનો વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે આજે સવારે તાપમાનનો પારો ગગડીને ૧૭ ડિગ્રીએ પહોંચતા શહેરીજનોએ મે મહિના જેવી ગરમીમાં જાન્યુઆરી જેવી ઠંડીનો અનુભવ કર્યો હતો.
ગઈકાલે બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં ધૂળની ડમરીઓ સાથે તેજ પવન ફૂંકાવા લાગ્યો હતો. શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ જેવા વિસ્તારોમાં કરા પડતા લોકો આヘર્યચકિત થઈ ગયા હતા. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક સ્થળોએ ર્હોડિંગ્સ અને વળક્ષો ધરાશાયી થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. મહાનગરપાલિકાના ડેટા મુજબ, માત્ર એક કલાકમાં જ અંદાજે ૧.૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
દરમિયાન આજે સવારે હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા મુજબ આજનું લઘુત્તમ તાપમાન ૧૭ ડીગ્રી.
આ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ખાસ કરીને માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પલળી જતાં મોટું નુકસાન થવાની ભીતિ છે. જોકે, બીજી તરફ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરીજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. આજે વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા લોકોએ ર્મોનિંગ વોક દરમિયાન સ્વેટર અને જેકેટનો સહારો લેવો પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સર્જાયેલી આ સ્થિતિ હજુ આગામી ૨૪ કલાક સુધી યથાવત રહી શકે છે.
(3:56 PM IST)










