<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

આંગણવાડીના બહેનોની લડતને આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા સમર્થન

 

રાજકોટ તા. ૨૦ : હકક અને સન્‍માન માટે લડત આપી રહેલ આંગણવાડીના બહેનોને આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા સમર્થન જાહેર કરાયુ છે. આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ દિનેશ જોશીએ એક યાદીમાં જણાવ્‍યુ છે કે આંગણવાડી બહેનો આપણા સમાજનો મજબુત પાયો છે. બાળકોના પોષણ, આરોગ્‍ય અને પ્રાથમિક શિક્ષણમાં તેમનું મહત્‍વપૂર્ણ યોગદાન હોય છે. છતા આજે તેમને પુરતુ વેતન મળતુ નથી.

આંગણવાડીના બહેનો દ્વારા કરવામાં આવતી સેવાઓને ધ્‍યાનમાં રાખી તેમને યોગ્‍ય પગાર, કાયમી નોકરીનો દરજજો અને તમામ સરકારી લાભો આપવા, કામનો બોજ ઘટાડી સન્‍માનભેર જીવી શકે તેવી યોગ્‍ય સુવિધાઓ આપવા અંતમાં આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ દિનેશ જોષીએ સરકારને વિનંતી કરી છે.

(2:57 PM IST)