તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 20th March 2026
વકીલોની શક્તિનું પ્રદર્શનઃ દિલીપ પટેલના ‘વિજયરથ'માં ઉમટયો જનસૈલાબ
આતશબાજી અને ઢોલ-નગારાના તાલે નિકળેલા વિજય સરઘસમાં સિનિયર-જુનિયર વકિલો જોડાયાઃ દિલીપભાઈ પટેલ ઉપર અભિનંદનવર્ષા

રાજકોટઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ અધ્યક્ષ અને બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ની પ્રતિષ્ઠા ભર્યા જંગમાં દિલીપભાઈ પટેલે જરૂરી ક્વોટા પાર પાડી ત્રીજા ક્રમાંકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી કમિટીએ વિજેતા જાહેર કરતા આજરોજ ઘંટેશ્વર કોટે પાસે વિવિધ વકિલ સંગઠનોના વકિલો ઉપરાંત મોટીસંખ્યામાં સીનીયર જનીયર વકિલો દિલીપ પટેલના વિજય સરઘસમાં જોડાયા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અગાઉની બે ચૂંટણીમાં દિલીપભાઈ પટેલ પ્રથમ ક્રમાંકે સમગ્ર ગુજરાતમા ચૂંટાયેલા જાહેર થયેલ હતા. દિલીપભાઈ પટેલ વકીલોના હમદર્દ તથા હમસફર અને પોતીકા ઉમેદવાર તરીકે વકીલોમાં લોકપ્રિય ગણાય છે. દિલીપભાઈ પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમા જીત થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માં આનંદ ની લાગણી ફેલાયેલ છે. અને ઠેર ઠેર થી દિલીપભાઈ પટેલ ને વોહટ્સએપ તથા ફોન થી અભિનંદન ની વર્ષ થઈ રહેલા છે.આજે રાજકોટની ઘંટેશવરકોટે નજીક વિશાળ વિજય સરઘસમાં નીકળેલ હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ૧૯૨૯ મતોનો ક્વોટા જાહેર થયેલ અને આ મત પાર કરનાર ચૂંટાયેલા જાહેર કરવાનું નક્કી થયેલ જે કવોટાને દિલીપભાઈ પટેલે આ ત્રીજી વાર પાર પાડી અને વકીલોનું હમદર્દ અને જાગૃત વકીલ તરીકે સાબિત કરી આપેલ છે. દિલીપભાઈ પટેલ વકીલોના સુખ દુઃખ ના હંમેશા ભાગીદાર બનેલા અને દિલીપભાઈ પટેલની આ ઐતિહાસિક જીતને વધાવવા માટે સમગ્ર સૌરાષ્ટ્રના વકીલોમાં થનગનાટ ઉભો થયેલ છે. દિલીપભાઈ પટેલના સમર્થકો દ્વારા રાજકોટ બાર એસોસિએશન, લીગલ સેલ, રેવન્યુ બાર એસોસિએશન, ક્લેઇમ બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, મહિલા બાર એસોસિએશન દ્વારા વિજય સરઘસ નીકળ્યું હતું જેમાં ફટાકડા, ફોડી ઢોલ નગારા સાથે તમામ વકીલ ભાઈ બહેનો સાફા પહેરીને વિજય સરઘસમાં જોડાયા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:02 PM IST)










