<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

મરણ નોંધનો દાખલો કાઢી આપવા સમય મર્યાદા વધારોઃ નિલેષ જલુ

મનપાના પૂર્વ કોર્પોરેટરે કરી રજુઆત : સવારે ૭ થી રાત્રીના ૯ સુધી વ્‍યવસ્‍થા જરૂરીઃ યોગ્‍ય કરવા મ્‍યુ. કમિશનરની ખાત્રી

રાજકોટ, તા. ર૦: મનપાના પૂર્વ સેનીટેશન કમીટી ચેરમેન નિલેષ જલુએ મ્‍યુ.કમિશનરને રજુઆત કરી અવસાનના દાખલા કઢાવવા માટેનો સમય વધારવા માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્‍યા મુજબ શહેરમાં કોર્પોરેટરની મુદત પૂર્ણ થયોે હોય નવા કોર્પોરેટરની નિમણુક ન થાય ત્‍યાં સુધી શહેરમાં ૬૦ વર્ષથી વધુ ઉમરના વળધ્‍ધોના અવસાન વળધ્‍ધાવસ્‍થાના કારણે મળત્‍યુ થાય ત્‍યારે જે મળત્‍યુ પામેલના દાખલા બાબત જે સમય સાથે આરોગ્‍ય કેન્‍દ્રમાં વ્‍યસ્‍વસ્‍થા ગોઠવેલ તે નિર્ણય સારો અને સરાહનીય છે.

પરંતુ આ અંગે જણાવવાનું કે સાંજના ૬ વાગ્‍યા પછી કોઈપણ વ્‍યક્‍તિનું ૬૦ વર્ષથી ઉપરની ઉમરના વળધ્‍ધાનું મળત્‍યુ થાય છે ત્‍યારે ગુજરી ગયેલ વ્‍યક્‍તિના પરિવારોને મળત્‍યુ થનારનો દાખલો કઢાવવા માટે બીજા દિવસે ૯ પછી જ આરોગ્‍ય કેન્‍દ્રમાં મળત્‍યુ પામેલનો દાખલો આરોગ્‍ય કેન્‍દ્રમાં મળવાપાત્ર થતો હોય છે જેના કારણે મળત્‍યુ પામનારના પરિવારજનોને ડેડ બોડી ૧૫ કલાક સુધી ઘરમાં રાખવી પડતી હોય છે જેના હિસાબે પરિવારજનોને ખુબજ મુશ્‍કેલીઓ ઉભી થાય છે.

જે મુશ્‍કેલી દુર કરવા કોઈ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા અથવા સમયમાં સુધારો કરવા સવારનો સમય ૯ કલાકના બદલે ૭ કલાકનો અને રાત્રીનો સમય ૬ કલાકની જગ્‍યાએ ૯ કલાકનો કરી દાખલા કાઢવાનો સમય સવારના ૭ કલાકથી રાત્રીના ૯ કલાક સુધી અવસાન પામેલ પરિવારને દાખલો મળી રહે તેવી આરોગ્‍ય કેન્‍દ્રમાં તેમજ વધારાની મેડીકલ ઓફિસરો મૂકી યોગ્‍ય કરવા રજુઆતમાં જણાવાયું છે.(૬.૧પ)

(3:57 PM IST)