<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પૂ.જીજ્ઞેશદાદાની કથામાં સમગ્ર રાજકોટ ધર્મમય બનશે

દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે ... એને મને માયા લગાડી રે... : પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર ‘ભાગવત કથા રાજકોટની, કથા સર્વજ્ઞાતિની' માત્ર ૩૧ હજાર રૂપિયામાં ‘પોથી યજમાન' બની પૂણ્‍યનું ભાથુ બાંધવાની તક : રાધે રાધે... : ૨૭ માર્ચથી ૨ એપ્રિલ, ૨૦૨૬ દરમ્‍યાન રાત્રે ૮થી૧૧ વાગ્‍યા સુધી રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે અલોૈકીક આયોજન : પોથીજી માટે નામ નોંધાવવા મો. ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરી શકાય છે

રાજકોટ, તા.૨૦: ‘‘દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે... એને મને માયા લગાડી રે...'' આ પંકિત થઇ જાય છે. જેમની દિવ્‍યવાણીમાં સતત આ પંકિત વહેતી હોય છે તેવા આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્‍ત ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદા રાધે..રાધે.. ના વ્‍યાસાસને રાજકોટના પ્રસિધ્‍ધ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે તા. ૨૭ માર્ચ, ૨૦૨૬થી ૨ એપ્રિલ૨૦૨૬ દરમ્‍યાન પિતૃઓના મોક્ષાર્થે તથા તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા દરમ્‍યાન પવિત્ર ભાગવતકથાનું અલોૈકીક આયોજન કરવામાં આવ્‍યું છે.

પવિત્ર ભાગવતકથા દરમ્‍યાન સમગ્ર રાજકોટ ધર્મમય બની જશે. હજ્‍જારો ભાવિકો ગામેગામથી ઉમટી પડશે.

‘ભાગવત કથા રાજકોટની, કથા સર્વજ્ઞાતિની' સુત્રને સાર્થક કરતા આ આધ્‍યાત્‍મિક- ધાર્મિક કાર્યમાં માત્ર ૩૧ હજાર રૂપિયામાં પોથી યજમાન' બીજાને પૂણ્‍યનું  ભાથુ બાંધી શકાય છે. પોથીજી માટે નામ નોંધાવવામાં મો. ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને સોૈરાષ્‍ટ્રના  ટોચના બિલ્‍ડર શ્રી રાજુભાઇ પોબારૂ, રોલેક્ષ રોલ્‍ડ રીંગ્‍સ, રાજકોટના ચેરમેન એન્‍ડ મેનેજીંગ ડાયરેકટર શ્રી મનેષભાઇ માદેકા તથા લોહાણા મહાજન ટ્રસ્‍ટ અને અગ્રણી એક્ષપોર્ટર શ્રી હિરેનભાઇ ખખ્‍ખર મુખ્‍ય મનોરથી-યજમાન તરીકે પવિત્ર ભાગવત કથાનું રસપાન કરીને પૂણ્‍યનું ભાથુ બાંધશે.

તથાસ્‍તુ વિદ્યાપીઠ અને રાધે રાધે પરિવારના શ્રી ભાર્ગવભાઇ ઠાકરે જણાવ્‍યું હતું કે સર્વજ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર અલોૈકિ ભાગવતકથા સમગ્ર રાજકોટની કથા સમગ્ર રાજકોટની કથા બની રહેશે તેમાં બેમત નથી. કથાના સંપૂર્ણ આયોજન બાદ જે કંઇ ધનરાશી વધશે તે ‘ તથાસ્‍તુ વિદ્યાપીઠ'માં શિક્ષણ પ્રાપ્‍ત કરવા આવનાર વિદ્યાર્થીઓના સામાજીક, શૈક્ષણિક, સેવાકીય કલ્‍યાણઅર્થે ખર્ચ કરવામાં આવશે. આ ધનરાશીમાંથી આર્થિક સહયોગ ઇચ્‍છતા બાળકોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે તેવું યાદીમાં જણાવાયુ છે. આ આધ્‍યાત્‍મિક યજ્ઞમાં સમાજનો દરેક વર્ગ જોડાઇ શકે તે માટે કથાનો સમય પણ રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો હોવાનું શ્રી ભાર્ગવભાઇ ઠાકરે જણાવ્‍યું હતું. સર્વિસ કરતા લોકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ ભાઇઓ બહેનો ભાગવતકથામાં પ્રભુમય બને તે પણ ઇચ્‍છનીય હોવાનું જણાવ્‍યું હતું

 

(3:32 PM IST)