News of Friday, 20th March 2026
આજના સમયે નાની ચકલી ધીમેધીમે લુપ્ત થતી જાય છે, જે ચિંતાનો વિષયઃ ડો. દર્શિતાબેન શાહ
આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે મહાનગરપાલિકા દ્વારા ૩પ૦૦ માળા અને ર હજાર પાણીના કુંડાનું વિતરણ કરાયું

રાજકોટઃ શહેરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાગૃતિ અને લુપ્ત થતી ચકલી પ્રજાતિના સંરક્ષણ માટે આજે તા.૨૦ને શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે, પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે શહેરીજનો માટે માટીમાંથી બનાવવામાં આવેલા ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના નાગરિકોને માટીમાંથી બનાવેલા કુલ ૩૫૦૦ ચકલીના માળા અને ૨૦૦૦ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી સતત વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આજના આધુનિક જીવનમાં આ નાની ચકલી ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, જે ચિંતાનો વિયષ છે. આ અવસરે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, હર્ષદ પટેલ, સમીર ધડુક, સકાયક કમિશનર વિપુલ ઘોણીયા, ડાયરેક્ટર પાર્ક્સ અને ગાર્ડન જાકાસણીયા, ઝૂ સુપ્રિટેન્ડેન્ટ ડો. હિરપરા, મેનેજર કૌશિક ઉનાવા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:41 PM IST)










