<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

કૃષ્‍ણનગર મેઇન પર રોડ માવઠા દરમિયાન ગેસ લાઇન લીકેજ : મનપા-પીજીવીસીએલ-ગુજરાત ગેસ દ્વારા વાયુવેગે કાર્યવાહી

રાજકોટ :  ગઇકાલે સૌરાષ્‍ટ્રમાં માવઠાને કારણે ખુબ ગતિથી પવન ફૂંકાવાના કારણે શહેરના વોર્ડ નં. ૧૩ માં કૃષ્‍ણનગર મેઇન રોડ પર પી.જી.વી.સી.એલ.ની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થઇ હતી જો કે સતર્કતાને કારણે દુર્ઘટના ટળી હતી. મહાનગરપાલિકાના ગાર્ડન શાખાના કર્મચારીઓ, પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ તેમજ ગુજરાત ગેસના કર્મચારીઓ સતત ખડે પગે રહી બ્‍લોક થયેલ રસ્‍તો ખુલ્લો કરી લોકોને અવરજવરમાં તકલીફના પડે તેવા હેતુથી કામગીરી કરેલ હતી

 

(3:42 PM IST)