તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 20th March 2026
ખાડે ગયેલી શિક્ષણ-વહીવટી વ્યવસ્થા વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવનું પદગ્રહણ કરતા અજયસિંહ જાડેજા
ગેરકાયદે બાંધકામ, અધ્યાપકો-વિદ્યાર્થી વગર સુમસામ ભાસતા શૈક્ષણીક ભવનો ફરી કાર્યરત થાય

રાજકોટ, તા., ર૦: અગાઉ શૈક્ષણીક સંશોધનોથી સમગ્ર ભારત દેશમાં નામના હાંસલ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેટલો ભવ્ય ભુતકાળ ધરાવે છે. તેનાથી પણ વધુ અસ્તિત્વ ટકાવવાનો સમય ટકોરા મારી રહયો છે. આ સમયે હવે કાયમી કુલસચિવ તરીકે તરવરીયા યુવાન અને કંઇક કરી છુટવાના ઉત્સાહ સાથે અજયસિંહ જાડેજાએ પદગ્રહણ કર્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે-ત્રણ ભવનોને બાદ કરતા જ મોટા ભાગના શૈક્ષણીક ભવનોમાં વિદ્યાર્થી અને અધ્યાપકો ભાગ્યે જ જોવા મળે છે. સંશોધન અને અભ્યાસીક પ્રવૃતિમાં અગ્રેસર રહેતા આજે અનેક શૈક્ષણીક ભવનો માત્ર બીલ્ડીંગ બન્યા છે. એક સમયે જયાં ૩પ૦૦ છાત્રો અભ્યાસ કરતા તથા અધ્યાપકો દ્વારા શિક્ષણ ન આપતા છાત્રોની સંખ્યા ૧ હજારની અંદર પહોંચી ગઇ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે પસંદગી પામેલા ડો.ઉત્પલ જોશીએ પણ શિક્ષણ ક્ષેત્રને બદલે બાંધકામ ઉદ્યોગ પર ગળાડુબ છે. જયાં માત્ર પ સીમેન્ટની થેલીથી કામ પુર્ણ થતુ હતું. ત્યાં ૩પ૦ મીટર સીમેન્ટનો રોડ તોડીને નવો કર્યો. લાખો રૂપીયાનું આંધણ કર્યુ.
ઉચ્ચ શિક્ષીત કુલપતિ ડો. ઉત્પલ જોશીના આ નિર્ણયથી શૈક્ષણીક-વહીવટી તેમજ જાહેર જીવનના લોકોની તેમના પ્રત્યેની ઓળખ વધુ દ્રઢ બની છે. ખાડે ગયેલી શિક્ષણ અને વહીવટી વ્યવસ્થા વચ્ચે કુલસચિવ પદે અજયસિંહ જાડેજાએ પદગ્રહણ આવનારા દિવસોમાં કેવુ પરીણામ આવશે તેની અટકળો ચાલી રહી છે.
(3:44 PM IST)










