<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

લોધીકામાં તળાવો-ચેકડેમોને જોડતી પાઈપલાઈનનું ખાતમુર્હુતઃ પાળ બ્રીજ લોકાર્પણ

રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોની વર્ષો જૂની પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમલમાં આવેલી 'સૌની યોજના' ના ભાગરૂપે  રાજકોટના લોધિકા ખાતે રાજય સરકાર દ્વારા રાજકોટના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સમાવિષ્ટ ગામો જેમકે, ઢોલરા, વીરવા, રાવકી, માખાવડ, ચીભડા, લોધીકા, અને ચાંદલી જેવા ગામોને લાભ આપવા સૌની યોજના લિક-૩, પેકેજ-૫ હેઠળ રૂ.૧૩.૨૫ કરોડના ખર્ચે તળાવો/ચેકડેમોને જોડતી ૩,૦૦ કિ.મીની પાઈપલાઈનના કામો માટે રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભાના ધારાસભ્‍ય અને રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા આજરોજ ખાતમુહુર્ત કરવામાં આવ્‍યું હતુ.

વધુમાં, રૂ.૧૧. કરોડના ખર્ચે તૈયાર થયેલ પાળ બ્રીજનું લોકાર્પણ કરી પ્રજાજનો માટે ખુલ્‍લો મુકવામાં આવ્‍યો.

આ કાર્યક્રમમાં લોધિકા તાલુકાના તમામ હોદ્દેદારો, જીલ્‍લા તેમજ તાલુકાના ચુંટાયેલા સદસ્‍યો, તમામ મોરચાના પ્રમુખ,મહામંત્રીઓ અને કાર્યકરો, ઉપસ્‍થિત રહ્યાં હતા.

(11:12 AM IST)