News of Saturday, 21st March 2026
પડધરીની મહિલા પાસે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીઃ પોલીસમાં ફરીયાદ
વ્યાજના રૂપીયા આપ્યા વગર ઘરેણા લેવા આવીશ તો પતાવી દઇશ

રાજકોટ, તા., ર૧: પડધરીની મહિલા પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપનાર વ્યાજખોર સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ જોશનાબેન ભાવેશભાઇ નકુમ ધંધો મજુરી રહે. પડધરી આંબેડકરનગરએ આરોપી નાથાભાઇ રણછોડભાઇ કણજારીયા રહે. પડધરી સતવારા શેરી સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ આરોપી પાસેથી પોતાની અંગત જરૂરીયાત માટે અલગ અલગ સમયે સોના-ચાંદીના દાગીના ગીરવે મુકી રૂા. રપ,૦૦૦ વ્યાજે લીધેલ હોય અને ફરીયાદીએ આરોપીને રૂા. રપ,૦૦૦ રૂપીયા આપી તેમની ગીરવે મુકેલ સોના-ચાંદીના દાગીના પરત લેવા જતા આરોપીએ ફરીયાદી પાસે રૂા. રપ,૦૦૦ ના મહીને ૧ર ટકા જેટલું ઉંચુ વ્યાજ ગણી રૂા. રપ,૦૦૦ના રૂા.૮૦,૦૦૦ (એસી હજાર) કરી આરોપીએ ફરીયાદીને વ્યાજના પૈસા આપ્યા વગર ઘરેણા લેવા આવીશ તો જાનથી મારી નાખી તેમ કહી બળજબરીથી નાણા કઢાવવા મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હતી.
આ ફરીયાદ અન્વયે પડધરી પોલીસે વ્યાજખોર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(12:06 PM IST)










