News of Saturday, 21st March 2026
નાના માણસને સંકટ સમયે જરૂરી મદદ મળે તે સેવા અને આશીર્વાદથી ઓછા નથી, બેંકે સાત દાયકાથી આ કાર્ય ખરા અર્થમાં નિભાવ્યું છે : પૂ. ભક્તિસ્વામી
રાજકોટ નાગરિક સહકારી બેંકની મેટોડા શાખાનો ઉદઘાટન સમારોહ

રાજકોટ : નાગરિક સહકારી બેંક લિ.ની મેટોડા શાખાનો ઉદઘાટન સમારોહ મેટોડા ખાતે યોજાયેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી ભારત માતા અને શ્રી અરવિંદભાઇ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું.
પૂજ્ય શ્રી ભક્તિસ્વામીએ જણાવ્યું હતું કે, આ બેંકમાં આવનાર દરેક માણસ દુઃખ ભૂલી સુખી થાય તેવા આશિષ. નાના માણસને સંકટ સમયે જરૂરી મદદ મળે તે સેવા અને આશીર્વાદથી ઓછા નથી. બેંકે સાત દાયકાથી આ કાર્ય ખરા અર્થમાં નિભાવ્યું છે. અત્યારે આખું વિશ્વ અસુરક્ષિત છે ફક્ત ભારતમાં જ સુરક્ષા છે. આપણા દેશના સાચા હીરો સરહદના સૈનિકો અને સ્વયંસેવકો છે. બંને હંમેશા કોઈ આપતિના સમયે સાચી અને નિસ્વાર્થ મદદ કરે છે. માતળદેવો ભવઃ, પિતળદેવો ભવઃ, ગુરુદેવો ભવઃની જેમ આપણે સહુ પરિવારદેવો ભવઃ અપનાવીએ. પરિવારને મહત્તમ સમય અને ઉચ્ચત્તમ સંસ્કાર આપીએ.
બેંકના ચેરમેન શ્રી દિનેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, બેંકની ટેગલાઇન છે નાના માણસની મોટી બેંક. છેલ્લા ૭૩ વર્ષથી બેંક આ સૂત્રને ચરિતાર્થ કરતી રહી છે. સમાજના છેવાડા માનવીની પ્રગતિ ખેવના કરી છે. બેંક માટે બિઝનેશ માધ્યમ છે, સાધ્ય નથી. બેંક એક ચોક્કસ વિચારધારાને વરેલી છે. બેંક વિના ઉદ્યોગ અને ઉદ્યોગ વિના બેંક નકામા છે. બંનેનો સમન્વય થાય ત્યારે જ અર્થતંત્રનો વિકાસ થાય છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આપણા દેશના અર્થતંત્રને ત્રીજા સ્થાને લઈ જવાનું કહે છે. આ સ્વપ્ન, બેંકો-ઉદ્યોગો, આપણે સહુ સાથે મળી સાકાર કરીશું. બેંકની વ્યક્તિગત ધિરાણ મર્યાદા રૂ. ૧૧૭ કરોડની છે. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા વિકાસની હરણફાળ ભરતા, માર્ચ માસમાં પાંચ શાખા કાર્યરત કરીશું. તે પૈકી આ બીજી શાખાનો શુભારંભ થાય છે. અમો, ગ્રાહકને અનુકૂળ હોય તેવી ટેલરમેડ પોલિસી સાથે બેંકિંગ કરી રહ્યા છીએ. બેંકીંગમાં ક્ષેત્રમાં મહત્તમ વપરાતો ઉચ્ચતમ ટેકનોલોજીવાળો ઈન્ફોસિસનો સોફ્ટવેર અમલમાં મૂકયો છે.
શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઘરઆંગણે આપ સહુનું સ્વાગત છે. ઘણા સમયથી અમો બેંકની મેટોડા શાખા ખૂલે તેની રાહ જોતાં હતા. આ આતુરતાનો આજે અંત આવ્યો છે. બેંક પ્રગતિ કરી રહી તેનું એક કારણ તેના અસ્વાર અર્થાત મજબૂત છે અને અસ્વાર ત્યારે જ સફળ થાય જ્યારે તેની પાસે ઘોડા સર્વોતમ હોય અર્થાત તેની ટીમમાં સૈનિકો કે કર્મચારીઓ સંનીષ્ઠ હોય.
બેંકની મેટોડા શાખાના પ્રભારી ડિરેક્ટરશ્રી વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે, ‘‘અહીંના અનેક ઉદ્યોગગળહ અને લોકો રાજકોટ નાગરિક સહકારી બેંક સાથે જોડાયેલા છે અને અત્યાર સુધી રાજકોટ ખાતે બેંકિંગ વ્યવહાર કરતાં હતા. તેમને હવે અહીયા સુવિધા મળશે. લોકોને સારી, અધ્યતન ગ્રાહક સેવા પૂરી પાડવા રાજકોટ નાગરિક સહકારી બેંક કટિબદ્ધ છે.''
આ અવસરે પૂજ્ય શ્રી ભક્તિસ્વામી (હિન્દુ રાષ્ટ્ર હિતરક્ષક સનાતન આશ્રમ, ખિરસરા, મેટોડા), શ્રી નરેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ-જીઆઈડીસી (લોધિકા) ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન), શ્રી પ્રફુલભાઈ ધામી (ગૌતમ ટેકનોકાસ્ટ), શ્રી વિક્રમસિંહ રાણા (જ્યોતિ સીએનસી), શ્રી મહેન્દ્રભાઇ ડાભી (સરપંચ-વડ વાજડી ગ્રામ પંચાયત), બેંક પરિવારમાંથી શ્રી દિનેશભાઇ પાઠક (ચેરમેન), શ્રી જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેક્ટરગણમાંથી શ્રી વિક્રમસિંહ પરમાર (પ્રભારી ડિરેક્ટર), શ્રી ચંદ્રેશભાઈ ધોળકિયા, શ્રી માધવભાઈ દવે, શ્રી અશોકભાઇ ગાંધી, શ્રી કીર્તિદાબેન જાદવ, શ્રી હસમુખભાઇ ચંદારાણા, શ્રી ભૌમિકભાઈ શાહ, શ્રી જ્યોતિબેન ભટ્ટ, શ્રી નવીનભાઈ પટેલ, શ્રી હસમુખભાઇ હિંડોચા, બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી શ્રી શૈલેશભાઈ ઠાકર (સદસ્ય), શ્રી જીમ્મીભાઈ દક્ષિણી (સદસ્ય), શ્રી અર્જુનભાઇ શીંગાળા (સદસ્ય), શ્રી વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર - સીઇઑ), શ્રી રજનીકાંત રાયચુરા (ડીજીએમ), મેટોડા શાખા વિકાસ સમિતિમાંથી શ્રી પાર્થભાઈ જસાણી (કન્વીનર), શ્રી હાર્દિકભાઈ પટેલ (સદસ્ય), શ્રી પ્રતિકભાઈ જીમુલિયા (બ્રાન્ચ હેડ), શ્રી વિપુલભાઈ દવે (પ્રમુખ-જાગળત કર્મચારી મંડળ), શ્રી આકાશભાઈ વાછાણી (પ્રમુખ-રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.), પરિવાર ક્ષેત્રમાંથી શ્રી મહેશભાઇ જીવાણી (પ્રાંત પ્રચારક-આર.એસ.એસ.), શ્રી વિરમભાઇ સભાડ, શ્રી નરેન્દ્રભાઇ દવે, શ્રી કિશોરભાઇ મુંગલપરા, શ્રી દીપકભાઈ પટેલ (એપ્લાઇડ ઓટો), શ્રી નિકુંજભાઈ ધોળકિયા (ચેરમેન- વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક), શ્રી પ્રવીણભાઈ ભૂત (જલારામ હાર્ડવેર), શ્રી કેતનભાઈ પટેલ (એન્જીટેક ઇન્ડસ્ટ્રી), શ્રી ચિરાગભાઈ તન્ના, શ્રી કાનજીભાઇ રતનસિંહ, શ્રી યોગેશભાઈ જસાણી (વેદમાતા કોલ્ડ સ્ટોરેજ), શ્રી રાજુભાઇ વસંત (નટરાજ પેકેજિંગ), શ્રી ધ્રુવીલભાઈ જસાણી (વેદમાતા કોલ્ડ સ્ટોરેજ), શ્રી લલિતભાઈ (વિરલ ડેવલોપર્સ), શ્રી હોમીભાઈ સુતરીઆ (કેટસન લોજિસ્ટિક), શ્રી રમેશભાઈ વોરા (રોબિન ક્રિસિજન પ્રોડક્ટ), શ્રી અતુલભાઈ વોરા (કોલોબ્રેશન એન્ટરપ્રાઇઝ), શ્રી નંદલાલ કન્ટેસરિયા જીઆઈડીસી (લોધિકા) ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન), શ્રી કિશોરસિંહ ઝાલા (વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક), શ્રી રોહિતભાઈ સાંગાણી (ધરતી ફાર્મ), શ્રી હરસુખભાઈ (અંજની કુરિયર), ડો. શ્રી જિગ્નેશભાઈ સોલંકી (શ્રેયા ક્લિનિક), ડો. શ્રી રવિભાઈ કનેરીયા (આયુ ક્લિનિક), શ્રી વનરાજસિંહ કે. રહેવર (રામેસ્ટ એસ્ટેટ), શ્રી ભાવિનભાઈ જાવીયા (રાધેક્રિષ્ના રુનોમેટિક) ઉપરાંત બેંકના વિવિધ શાખા વિકાસ સમિતિના સદસ્યો, વેપાર - ઉદ્યોગના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના હોદેદારો, બેંકોના ચેરમેન-મેનેજર, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આભારદર્શન શ્રી અર્જુનભાઇ શીંગાળાએ અને સરળ-સફળ સંચાલન શ્રી હેમાંગભાઈ ઢેબરે કર્યું હતું.
બેંક અને ઉદ્યોગના સમન્વયથી અર્થતંત્રનો વિકાસ થાય છે : દિનેશભાઇ પાઠક
(2:17 PM IST)










