<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

વાર્ષિક હિસાબો માટે રાજકોટ મુખ્‍ય યાર્ડ તા.૩૦ થી ૩૧ બે દિ' બંધ રહેશે

રાજકોટ, તા. ર૧ : રાજકોટ  મુખ્‍ય માર્કેટ યાર્ડમાં કામ કરતા કમીશનર એજન્‍ટ, વેપારીઓ તરફથી સને ર૦રપ-ર૦ર૬ ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટયાર્ડમાં ખરીદ -વેચાણનું કામકાજ બંધ રાખવા કરેલ નિર્ણય અન્‍વયે તા. ૩૦-૩-ર૦ર૬ ને સોમવાર થી તા. ૩૧-૩-ર૦ર૬ ને મંગળવાર સુધી મુખ્‍ય માર્કેટયાર્ડ (અનાજ)નું હરરાજીનું કામકામ બંધ રહશે.

તેમજ તા. ર૮-૦૩-ર૦ર૬ ને શનિવાર સવારથી અનાજ વિભાગ (મુખ્‍યયાર્ડ) ની તમામ જણસીઓની માલ આવકો/વાહનો માર્કેટ યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહીં. જેથી સદરહું દિવસો દરમ્‍યાન માર્કેટયાર્ડમાં ખેડૂત ભાઇઓએ માલ વેચવા લાવવો નહી.  તા. ૧-૪-ર૦ર૬ ને બુધવારથી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. તેમ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીની યાદીમાં જણાવાયું છે. 

(3:22 PM IST)