News of Saturday, 21st March 2026
મનપાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ : સોમવારે તમામ વોર્ડની પ્રાથમિક મતદાર યાદી જાહેર થશે
નાગરિકો પોતાનું નામ, સરનામું તથા અન્ય વિગતો ચકાસી લે અને કોઈ ત્રુટી જણાય તો સમયસર સંબંધિત કચેરીમાં રજૂઆત કરવા મનપા તંત્ર વાહકોનો અનુરોધ

રાજકોટ, તા., ૨૧ : રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને મહાનગરપાલિકા વિસ્તારને લાગુ પડતા વિધાનસભા મતવિસ્તારોના આધારે વોર્ડ નંબર ૧ થી ૧૮ ની વોર્ડ-વાઈઝ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ તા. ૨૩ સોમવારના રોજ કરવામાં આવશે.
આ મતદાર યાદી નીચે જણાવેલ સ્થળોએ જનતા નિરીક્ષણ ચૂંટણી શાખા, રૂમ નંબર-૧૧, ત્રીજો માળ,
ડો. આંબેડકર ભવન, ઢેબર રોડ તથા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧ થી ૧૮ ની સંબંધિત વોર્ડ કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે.
નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પોતાનું નામ, સરનામું તથા અન્ય વિગતો ચકાસી લે અને કોઈ ત્રુટી જણાય તો સમયસર સંબંધિત કચેરીમાં રજૂઆત કરે.
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને પારદર્શક અને યોગ્ય રીતે યોજવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
(3:25 PM IST)










