<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

પવિત્ર ભાગવત સપ્તાહ એટલે કૃષ્ણ ભકિતમાં તરબોળ થવાની ઘડી

પૂ.જીજ્ઞેશદાદાના વ્યાસાસને શુક્રવારથી રેસકોર્ષ મેદાન ખાતે કથામાં ભાવિકો ઉમટી પડશેઃ રાધે રાધે... : તા.૨૭ માર્ચથી ૨ એપ્રિલ, ૨૦૨૬ સુધી રાજકોટ ખાતે સર્વજ્ઞાતિ પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત મોક્ષગાથાનું અવિરત ઝરણુ વહેશેઃ હજારો લોકો ધન્યતા અનુભવશેઃ કથાના મુખ્ય મનોરથીઓ રાજુભાઇ પોબારૃ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્ખર અને સુધીરભાઇ દુબલ પરિવાર અન્ય મનોરથીઓ સાથે પૂણ્યનું ભાથુ બાંધશેઃ રાધે રાધે પરિવાર, તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા તડામાર તૈયારીઃ મિટીંગોનો ધમધમાટ

 

રાજકોટ, તા.૩: 'પવિત્ર ભાગવત સપ્તાહ  એટલે કૃષ્ણભકિતમાં તરબોળ થવાની ઘડી' આ ઘડીના સાક્ષી બનવા માટે તા.૨૭માર્ચ શુક્રવારથી ૨ એપ્રિલ, ૨૦૨૬ દરમ્યાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ગામેગામથી ભાવિકો ઉમટી પડશે.

નાના-મોટા સોૈમાં હ્ય્દયસ્થ અને વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદા રાધે રાધેના વ્યાસાસને સર્વજ્ઞાતિ પિતૃમોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મોક્ષગાથાનું અવિરત ઝરણું વહેશે અને પવિત્ર ભાગવતકથાનો લાભ લઇ લાખો લોકો ધન્યતા અનુભવશે. તથાસ્તુ પરિવાર અને રાધેરાધે પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા પવિત્ર ભાગવતકથાની  તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

સમગ્ર ટીમ અને સ્વયંસેવકો દ્વારા સતત મિટીંગો સાથે વિવિધ કામની વહેંચણીને આખરી ઓપ અપાઇ રહયો છે.

ભાગવતકથાના મુખ્ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૃ અને શ્રી દિશીત પોબારૃ (પ્રભુ ગ્રૂપ), શ્રી મનિષભાઇ માદેકા (રોલેક્ષ રીંગ્સ લી.) શ્રી હિરેનભાઇ ખખ્ખર અને સુધાબેન ખખ્ખર ફેમિલી(રાજસન્સ એક્ષપોર્ટ) તથા શ્રી સુધીરભાઇ દુબલ (હાથી મસાલા) પોતાના પરિવારજનો સાથે પવિત્ર ભાગવતકથાનું રસપાન કરશે. પોથીજીના અન્ય મનોરથીઓ શ્રીમતિ ભારતીબેન પુરૃષોતમભાઇ  પીપરીયા, શ્રી એભલભાઇ લાભુભાઇ જલુ, સંદિપભાઇ ભીખાભાઇ છોટાળા, અવધેશભાઇ જયંતિભાઇ કાનગડ અને વિવેકભાઇ જયંતિભાઇ કાનગડ, મેહુલકુમાર બી. પરડવા, ભોવાનભાઇ રંગાણી (બેકબોન ગ્રૂપ), હરીશકુમાર શીતલપ્રસાદ પાંડે, હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, ધુસાાભાઇ હમીરભાઇ ધ્રાંગા, નિપુણભાઇ દોશી સહિતના અન્ય મનોરથીઓ પણ પૂણ્યનું ભાથુ બાંધી ધન્યતા  અનુભવશે. ૧૫૦થી વધારે પવિત્ર પોથીજીની નોંધણી થઇ ચુકી છે. અને લાખો ભાવિકો પૂ. જીજ્ઞેશદાદા રાધેરાધેની  દિવ્યવાણીનો લાભ લેવા આતુર બન્યા છે.વેપારીઓ, પ્રોફેશનલ્સ, સર્વિસ કરતા લોકો, યુવાનો-વિદ્યાર્થીઓ વિગેરે તમામ પવિત્ર ભાગવતકથાનો લાભ લઇ શકે તે હેતુથી કથાનો સમય રાત્રે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હોવાનું રાધેરાધે પરિવારના ભાર્ગવભાઇ ઠાકરે જણાવ્યું હતું.

પવિત્ર ભાગવત કથાના ભવ્ય - દિવ્ય આયોજનને સફળ બનાવવા મુખ્ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૃ, હિરેનભાઇ ખખ્ખર, મનિષભાઇ માદેકા અને સુધીરભાઇ દુબલ સહિત ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રી નિલેશભાઇ ચંદારાણા (મો. ૯૮રપ૩ ર૪રર૦), હિતેનભાઇ પારેખ દક્ષિણી (મો. ૭પ૭પ૦ ૭પ૭પ૯), કલ્પેશભાઇ બગડાઇ (મો. ૭૮૭૮૭ ૮પ૦૭૮), શુભમભાઇ રઘુરા (મો. ૯૬ર૪પ ૯૬૯૮૩), અલ્કાબેન પટેલ, શ્રી આદિત્ય ઝાલા (મો. ૯૯૦૯૭ ૩૧૭પ૦), દશીવીભાઇ જીવરાજાની (મો. ૯૦૯૯૩ પ૯૦૧૮), જીજ્ઞેશભાઇ ભૂપતાણી (મો. ૯૯૯૮૬ ૧૩૮૪ર), ભાવેશભાઇ રૃપારેલીયા, (મો. ૯૮ર૪૯ ૬૬ર૭૮), હિતેષભાઇ અનડકટ (મો. ૯૮રપ૬ ૦૩૩૩૦), નિરવભાઇ રાયચુરા (મો. ૭૬૯૮પ ૦૮૦૮૦), રવિન્દ્રભાઇ માણેક (મો. ૮૪૯૦૯ ૩ર૮ર૩), મિહીરભાઇ સોલંકી (મો. ૯૧૦૬૭ ર૭પ૭પ), સોનલબેન સોમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી (મો. ૭૯૯૯૯ ૯૯૮પ૦), જયેશભાઇ કકકડ (મો. ૯૮રપ૪ ૮૮૮ર૧), કપિલભાઇ ગણાત્રા (મો. ૯૯રપ૧ પ૧૩પ૧), ભાવિકભાઇ જોષી (મો. ૯૬૬૪૬ ૩૩૪૪ર), ભાવિકભાઇ અરેડા (મો. ૯૧૭૩૧ રર૮૮૭), સહિતના ટીમ મેમ્બર્સ - ભાવિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:13 AM IST)