તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
શાપર વેરાવળમાં ગેસના બાટલામાંથી ગેરકાયદે ગેસ કાઢી રિફિલિંગ કૌભાંડ ઝડપાયું :SOGના દરોડા : 600 ગેસના સિલિન્ડર કબ્જે કર્યા
SOGએ દરોડો પાડીને 600 ગેસના સિલિન્ડર કબ્જે કર્યા જ્યારે 7 શખ્સો વિરોધ ગુનો નોંધાયો :4ની ધરપકડ અને ત્રણ શખ્સની પોલીસે શોધખોળ શરૂ કરી

રાજકોટમાં શાપર વેરાવળમાંગેસના બાટલામાંથી ગેરકાયદે ગેસ કાઢી રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે.ગેસની બાટલાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.રાંધણ ગેસની અછત વચ્ચે કાળાબજારી સામે છે. શાપર વેરાવળમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સાઈ પ્રેમ ગેસ એજન્સીમાં કૌભાંડ સામે આવ્યું છે.ફાયર સેફટીના સાધનો વિના ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતુ.
જ્યારે ગેસના બાટલાની પણ કાળા બજારી કરવામાં આવી હતી.SOGએ દરોડો પાડીને 600 ગેસના સિલિન્ડર કબ્જે કર્યા છે.જ્યારે 7 શખ્સો વિરોધ ગુનો નોંધવામાં આવ્યો છે અને 4ની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ શખ્સની પોલીસે શોધખોળ હાથધરી છે.ગોડાઉન મેનેજર પંકજ મકવાણા, લખમણ ચાવડા, રામ ચાવડા અને રાકેશ કુબાવતની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે મલિક બાબા બગ્ગા, શૈલેષ ઉર્ફ હસમુખ ભાલાણી, નીરવ ભીમાણી ફરાર છે. SOGએ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
(4:08 PM IST)










